અમદાવાદ : કોરોનાની સ્થિતી ફરી એકવાર રાજ્યમાં વિસ્ફોટક થઇ ચુકી છે. જેના કારણે સરકાર દ્વારા ફરી એકવાર કેટલાક નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાની સ્થિતી હળવી થયા બાદ સરકાર દ્વારા અપાયેલી તમામ છુટછાટો પરત ખેંચવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં 57 કલાકનાં કર્ફ્યૂ બાદ હવે લગ્નમાં અપાયેલી છુટછાટો પણ પરત લેવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ફરી એકવાર લગ્ન સમારંભોને મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. 200 વ્યક્તિની છુટછાટને પરત ખેંચતા હવે લગ્ન સમારંભમાં માત્ર 100 વ્યક્તિ જ હાજર રહી શકશે. બંન્ને પક્ષના 50-50 લોકો જ હાજર રહી શકશે. 

લગ્ન સમારંભમાં મોટા પ્રમાણમાં ન માત્ર લોકોને એકત્રિક કરી શકાય પરંતુ જે હાજર રહેવાનાં છે તેની પરવાનગી પણ તંત્ર પાસેથી લેવાની રહેશે. આ ઉપરાંત લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની જવાબદારી લગ્ન સમારંભના આયોજકની રહેશે. લગ્ન સમારંભમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરાવવાનું રહેશે. 


આ ઉપરાંત મરણ પ્રસંગ માટે પણ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જે અનુસાર મૃત્યુમાં અંતિમ વિધિ સમયે 50 વ્યક્તિઓને જ હાજર રાખી શકાશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન ફરજીયાત પ્રમાણે કરાવવું પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્ન સમારંભોમાં સરકાર દ્વારા છુટછાટ આપી દેવામાં આવી હતી. જો કે સ્થિતી ફરી વિકટ થતા સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. જેથી સરકારે ફરી એકવાર ફેરવી તોળતા તમામ છુટછાટ પરત ખેંચી હતી. સરકાર દ્વારા હવે 100 જ વ્યક્તિની છુટછાટ આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube