તક્ષશિલા આગકાંડ બાદ પણ ભટારની આગ પાછળ સરકારની બેદરકારી: પરેશ ધાનણી
ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાતના લોકોના જીવને જોખમમાં મુકી રહી છે. તક્ષશિલાની આગની ઘટના હજી ભુલાઇ નથી ત્યાંરે આજે બનેલી ભટારની આગથી નાના ભુલકાઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ગૌરવ પટેલ/અમદાવાદ: ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાતના લોકોના જીવને જોખમમાં મુકી રહી છે. તક્ષશિલાની આગની ઘટના હજી ભુલાઇ નથી ત્યાંરે આજે બનેલી ભટારની આગથી નાના ભુલકાઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ભટરા વિસ્તારમાં લાગેલી આગની ઘટના પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, સ્થાનિકોએ માંડ માંડ બાળકોને બચાવ્યા હતા. સુરતમાં કોર્પોરેટરથી લઇને ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના હોવા છતા પણ અહીં તંત્ર દ્વારા બેદરકારી રાખીને નાના બાળકોના જીવને જોખમમાં મુકવામાં આવે છે.
સુરતની જ્ઞાન ગંગા સ્કૂલ પાસે આગ, 250 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું
તક્ષશિલાકાંડ બાદ પણ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બનતા પરેશ ધાનણીએ કહ્યું કે, લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. એક મોટી ઘટના બને એક મહિનો જ માંડ થયો છે. લોકો હજી સુધીએ ઘટનાને ભુલી શક્યા પણ નથી. સરકારે યોગ્ય નીતી સાથે નક્કર કાર્યવાહી કરવી જોઇએ.
રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ
સુરતના ભટાર વિસ્તાપમાં જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં આવેલી દાણાની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. તે સમયે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. જો કે, ફેકટરીમાં આગ લાગવાના કારણે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્કૂલમાં હાજર વિધ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.