ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત એસ.ટી.નિગમમાં ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં એસટી બસના ડ્રાઇવર કંડકટરની ભરતી કરાશે. જી હાં. એસટી બસમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરશે. આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2023 - 24 માં એસ. ટી નિગમ દ્વારા દ્રાઈવર ની કક્ષા માટે અંદાજિત 2100 , કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે.



નોંધનીય છે કે, રાજ્યમાં એસટી વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે સટી બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. ગુજરાત એસ. ટી. નિગમમાં ડ્રાઇવર કંડકટરની 3400 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પડાશે. 


મહત્વનું છે કે, ગુજરાત એસ. ટી. નિગમમાં સ્ટ્રાફ ધટ જોવા મળે છે અને ડ્રાઇવર કંડકટર અને કલોક પટાવાળા અને હેલ્પર સહિતના સ્ટ્રાફ ની ધટ છે ત્યારે આની સામે નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી.