ગાંધીનગર: ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત 10% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત માહિતી ખાતા તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. હવે ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય આપવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જે વધારીને હવે ખેડૂતો 6000 રૂપિયા મહત્તમની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી ખાતા તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનામાં સહાય ધોરણ ૧૦%થી વધારી ૪૦% (મહત્તમ રૂ.૬,૦૦૦/- સુધી) પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના ૨૫,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 


આ પહેલા સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મહત્તમ 1,500 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આ સહાય રકમ વધારીને 6,000 રૂપિયા કરવામાં આવી છે. સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના 10 ટકા સુધીની (મહત્તમ 1500 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવશે.


આ સ્કીમ તમામ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જોકે, જમીનની સંયુક્ત ભાગીદારીના કેસમાં ફક્ત એક જ ખેડૂતને સહાય મળશે. એક વખત અરજીનો સ્વીકાર થયા બાદ ખેડૂતો સ્માર્ટફોનનું બિલ, ફોનનો IMEI નંબર, કેન્સલ ચેક તેમજ જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ યોજનાની જાહેરાત નવેમ્બર 2021માં કરવામાં આવી હતી હવેતેનો એક્સપાન્ડ કરવામાં આવ્યો છે.