આશ્કા જાની, અમદાવાદઃ રાજ્યમાં દારૂબંધીના કાયદાના પક્ષ અને વિરોધમાં થયેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વની વાત કરતા કહ્યું કે, રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે. તો રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી 12 ઓક્ટોબરે થશે. તો દારૂબંધીના કાયદાનો વિરોધ કરનાર અરજદારે સરકારની માંગનો વિરોધ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજદારોએ જો અરજી કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે, તે મતલબના એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. દારુબંધીને પડકારતી અરજી ઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડ્વોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. આ પહેલાની સુનાવણીમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે, તે પણ વ્યાજબી  નથી.


આ પણ વાંચોઃ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહીં


દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ પણ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે થતી કાર્યવાહી પણ યોગ્ય નથી. અરજદારોની રજૂઆત હતી કે, ડ્રાઈવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે, પરંતુ પેસેન્જર સામે થતી કાર્યવાહી વ્યાજબી નથી.


આ પહેલા ચીફ જસ્ટિસના વડપણવાળી ખંડપીઠે પૂછ્યું હતું કે દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાં જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપમાં ક્યાંય લખેલું છે ખરું? 


આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધમાં શિક્ષકો, શૈક્ષીક મહાસંઘે કહ્યું- 95 ટકા શિક્ષકો કરશે બહિષ્કાર


અરજદારોની રજૂઆત હતી કે દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો છે. જોકે તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો, અને ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના મૂલ્યો અને આદર્શો ને સ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.


અરજદારોએ રજૂઆત કરી હતી કે બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે બંધારણ સભાના સભ્યો માં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબીશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડયો હતો. right to privacy ના આધાર પર ઉભા થયેલા નવા બંધારણીય અધિકાર હેઠળ દારૂબંધી એ લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે તેવી રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે, અને વ્યક્તિ પોતાના ઘરે શું ખાશે કે પીશે તેની પર સરકારનો અંકુશ ન હોવો જોઇએ તેવી અરજદારોની રજૂઆત છે. આ મુદ્દે અંતિમ સુનાવણી 12 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube