ચેતન પટેલ/સુરત :: શહેરના પુણા ખાતે શાકભાજી વિક્રેતાઓએ મ્યુનિ. ધંધો ન કરવા દેતી હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વિક્રેતાઓએ શર્ટ કાઢી અર્ધનગ્ન થઈને નારેબાજી કરી હતી. પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજી અને ફ્રૂટની લારીઓ લઈને ઘણા લોકો રોજી રોટી મેળવી રહ્યાં છે. ત્યારે શાકભાજી તેમજ અન્ય લારીઓ પર ધંધો કરતાં વિક્રેતાઓ પાલિકાની કામગીરીથી રોષે ભરાયા હતા. જેથી તેઓએ શોષણ થતું હોવાના આક્ષેપ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો


તેઓના મત મુજબ લોકડાઉન બાદ તેમનો ધંધો પડી ભાગ્યો છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મુસિબત પડે છે. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ છાસવારે આવીને તેમની લારીઓ જપ્ત કરી દંડ ફટકારે છે. વિક્રેતાઓએ કહ્યું હતું કે, પાલિકાનું અમાનુષી વર્તન બંધ કરવામાં નહી આવે તો તેઓ પાસે પહેરવા કપડાં પણ બચશે નહીં. શાકભાજીના વિક્રેતાઓએ કહ્યું કે, અમારી પાસે પહેરવા કપડાં માંડ એક જોડી રહ્યાં છે અને તેને પણ અમે આપી દેવામાં માંગીએ છે. અમને ધંધો નહી કરવા દેવામાં આવે તો અમારા પરિવારના હાલ બેહાલ થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube