અર્પણ કાયદાવાલા/અમદાવાદ: આગામી એક સપ્તાહ સુધી ગુજરાતને લોકોને ગરમીમાંથી રાહત મળ તેમ નથી. વરસાદના તો દૂર દૂર સુધી એંધાણ વર્તાઇ રહ્યા નથી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડીગ્રી પહોંચી શકે તેમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે મહીનો પૂર્ણ થવાની તૈયારી છે અને ગરમી તેને સૌથી રોદ્ર સ્વરૂપ બતાવી રહી છે. હવામાન વિભાગે તારીખ 29 અને 30 તારીખ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે, ગરમીનો પારો 43 થી 44 ડીગ્રી પહોંચાવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ જણાવ્યુ છે કે, હજી ગુજરાતમાં ચોમાસું સક્રીય થવાના કોઇ એંધાણ નથી. હવામાન વિભાગે કચ્છ અને સોરાષ્ટ્રમાં હીટવેવની આગાહી પણ કરી છે.


મેં અને અમારી ટીમે ચૂંટણી પરિણામોની જવાબદારી સ્વીકારી: અમિત ચાવડા



ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાથી આગમી એક સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનૌ પારો ઉંચો આવી શકે છે. જ્યારે ગુજરાતમાં હજી સુધી વરસાદના કોઇ પણ એંધાણ દેખાઇ રહ્યા નથી.