મિેતેશ માળી/પાદરા: જબુંસર રોડ પરના અકસ્માતના ભયના પગલે ડભાસા ગામની શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી હાઇવે ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. આમ તો પાદરા જબુંસર રોડ પર રોજ બરોજના અનેક અકસ્માત થાય છે. અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે શાળાના વિધાર્થીઓ પણ એક જ માગ કરી રહ્યા છે કે, પાદરા જબુંસર હાઇવે ફોર લેન તત્કાળ બને તવે માગ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરા જબુંસર હાઇવે આમ તો રાત દિવસ ધમ ધમતો હોઈ છે. મધ્ય ગુજરાતને જોડતો એક માત્ર હાઇવે કજે જે મુંબઈથી મધ્ય ગુજરાતથી લઇ સૌરાષ્ટ્રને મળતો આ હાઇવે છે. જે હાઇવે પર રોજના અનેક અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આ હાઇવે પર અકસ્માતના ભયને લઈ લોકો હાઇવે પર જવાનું ટાળતા હોઈ છે. જ્યારે આ હાઇવેની આસપાસ અનેક ગામડાઓ આવેલા છે. જે ગામોની શાળાઓ પણ હાઇવે પર આવેલી છે. હાઇવે પાસે રહેલી શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવા માટે આ હાઇવે ક્રોસ કરીને પસાર થવું પડતું હોય છે.


કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે, કહ્યું ખેડૂતોનો થશે વિકાસ


પાદરાના ડભાસા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ એક અનોખી રીતે શાળાએ ભણવા માટે મજબૂર બન્યા છે. શાળાએ જતી વખતે હાઇવે ક્રોસ કરવા માટે વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચે છે. જેથી ધમધમાટ વાહન વ્યવહાર રોકાઈ જાય અને કોઈ ભય વગર માર્ગ ક્રોસ કરીલે છે. વિધાર્થીઓની માનવ સાંકળ જોઈને વાહનો પણ ઉભા થઇ જાય છે. માનવ સાંકળ ખોલ્યા પછી રાબેતા મુજબ ફરી પાછો હાઇવે ખુલો થઈ જાય છે. 


અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટી, 2ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઇજાગ્રસ્ત


એક વર્ષ અગાઉ આ શાળાની એક વિદ્યાર્થીનીને અકસ્માત નડ્યો હતો. વાહનની અડફેટે આવતા વિદ્યાર્થીનો ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે ગામના કેટલાક લોકોને અકસ્માતમાં ભોગ બનવું પડ્યું છે. ત્યારે શાળાના વિધાર્થીઓ પણ સરકાર પાસે એક આસ રાખી રહ્યા છે. જે હાઇવે ફોર લેન બનવો જોઈએ.


જુઓ LIVE TV:



ગામની આજુ બાજુમાં અનેક ઔધોગિક એકમો આવેલા છે. જેને લઇ રોજ મોટા મોટા વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે ગામ લોકો પણ આ વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ ચોકી અને પોલોસ જવાનની અગાઉ પણ માગ કરેલી છે. શાળાના જે આચાર્ય છે તેઓ એ પણ અનેક વાર રજુવાત કરી ચુક્યા છે.