ઉદય રંજન, અમદાવાદઃ દેશ આઝાદ થયો ત્યાર થી ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી છે તેમ છતાં બૂટલેગર પોતાની અલગ અલગ લાઈન ચલાવી ને શહેર અને જીલ્લા ની પોલીસ સાથે મિલિભગત કરી ને દારૂ નું વેચાણ કરાવી કરોડો કમાતા આવ્યા છે ત્યારે રાજ્ય ગૃહ વિભાગે 10મી સપ્ટેમ્બર ના રોજ એક પરી પત્ર જાહેર કર્યો છે જેમાં દારૂ ના કેસ ને લઈ ને ગણનાં પાત્ર કેસ ની રકમ માં ફેરફાર કર્યા છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો પહેલા એ સમજી એ કે દારૂ ગણના પાત્ર કેસ એટલે શું? 
રાજ્ય ના કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જ્યારે દેશી કે વિદેશી દારૂ નો જથ્થો પકડવા માં આવતો હોય છે જેમ જથ્થા ની રકમ વિદેશી દારૂ માં 25 હજાર હોય તો તે ગણના પાત્ર કેસ ગણવા માં આવતો હતો અને દેશી દારૂ માં 10 હજાર નો જથ્થો પકડાવા માં આવતો તેને ગણના પાત્ર કેસ માનવા માં આવતો હતો જેમાં કે પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ની મીલીભગત જણાતી તો સસ્પેન્ડ કરવા માં આવતા હતા હવે થી આ નિયમ માં રાજ્ય ગૃહ વિભાગે દારૂ ના જથ્થા ની રકમ ની માર્યાદા માં ફેરફાર કર્યા છે જેના થી પોલીસ કર્મી કે પોલીસ અધિકારીઓ ના સસ્પેન્શન પર બ્રેક લાગશે 


કેમ બ્રેક લાગશે સસ્પેન્શન પર આવો સમજીએ?
અત્યાર સુધી પોલીસ સ્ટેશન વિસ્તાર માં થી બૂટલેગર પાસે થી વિદેશી દારૂનો 25 હજાર નો જથ્થો અને દેશી દારૂ નો 10 હજાર નો જથ્થો મળી આવતો ને જો પોલીસ ની સંડોવણી જણાતી તો સસ્પેન્ડ કરવા માં આવતા પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ને હવે થી આ આ રકમ નો જથ્થો મળશે તો સસ્પેન્ડ નહિ કરવા માં આવે 


નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે એ જાણીએ?
ત્યારે 10મી સ્ટેમ્બર ના રોજ રાજ્યના ગૃહ વિભાગ એ એક કરી પત્ર કર્યો છે જેમાં નોંધવા માં આવ્યું છે કે હવે થી જે તે પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂ નો અઢી લાખ નો મળી આવશે તો એ ગણના પાત્ર કેસ માનવા માં આવશે આ જ રીતે દેશી દારૂ માં પણ જો એક લાખ નો જથ્થો મળી આવશે તો તેને પણ ગણના પાત્ર કેસ માનવા માં આવશે અને જો બાદ માં લોકલ પોલીસ ની સંડોવણી જણાશે તો જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી ને સસ્પેન્ડ કરવા માં આવશે. 


ત્યારે આ નવા નિયમ થી અઢી અને એક લાખ ના દારૂ નો જથ્થો મળશે તો પોલીસ અધિકારી કે કર્મી ને સસ્પેન્ડ નહિ કરવા માં આવે જેના થી પોલીસ અધિકારીઓ અને કર્મી ઓ ના સસ્પેન્શન પર બ્રેક લાગશે ત્યારે બીજી અસર એ પણ થશે કે બૂટલેગર સાથે મળી ને દારૂ ની વેચાણ કરતા પોલીસ કર્મીઓ ને લીલાલહેર પણ થશે. એટલું જ નહીં ગૃહ રાજ્ય વિભાગ દ્વારા લેવાયેલાં આ નિર્ણયમાં દારુ ના કેસ બાદ થાણા અધિકારીને ખાતાકીય તપાસમાં પણ રાહત મળશે.