હવે તારામાં કોઇ રસ કસ રહ્યો નથી મારે નવી લાવવી છે, પતિએ પત્ની સાથે જાહેરમાં એવું કર્યું કે...
અમદાવાદમાં છુટાછેડાનો વધારે એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
બીજા લગ્ન માટે વ્યક્તિ દ્વારા પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો
ત્રણ સંતાનોની માતાને પતિ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો, પોલીસ ફરિયાદ
અમદાવાદ : શહેરનાં જુહાપુરામાં રહેતી પરિણીતા (Married woman)ને તેના પતિ (Husband) એ જાહેરમાં માર માર્યો હતો. જાહેરમાં માર મારવાનું કારણ તે બીજા લગ્ન કરવા ઇચ્છતો હોવાનું સામે આવ્યો છે. પતિ (Husband) એ કહ્યું કે, મારે તારી પાસેથી તલાક જોઇએ છે કારણ કે હવે તારામાં કંઇ રહ્યું નથી મારે બીજી લાવવી છે. જેના કારણે તે પોતાની પત્નીને સતત ત્રાસ આપતો હતો જેના કારણે કંટાળેલી મહિલા (Women) એ આખરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદનાં જુહાપુરામાં રહેતી 26 વર્ષીય પરિણીતા (Married woman)ના લગ્ન 13 વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં 3 બાળકો છે.
લગ્ન બાદ આર્થિક સ્થિતી કથળી જતા પતિ (Husband) સાથે પત્ની પણ નાના મોટા કામ કરવા લાગી હતી. જો કે દરમિયાન પતિ (Husband) મહિલા (Women) પર વારંવાર શંકા કરતો હતો અને તેના કારણે બંન્ને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. જેના કારણે પતિ (Husband) ઘણી વખત હાથ પણ ઉપાડતો હતો. એક વખત મહિલા (Women) ને ઘરની બહાર પણ કાઢી મુકી હતી. જેના કારણે પરણિતા પોતાનાં ભાઇના ઘરે જતી હતી. જો કે પતિ (Husband) ત્યાં આવીને પણ વારંવાર પત્નીને પરેશાન કરતો હતો. હદ તો ત્યારે થઇ જ્યારે એક દિવસ તેણે અચાનક આવીને કહ્યું મને તલાક આપ.
આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન ગુજરાત પહોંચ્યો, કલોલમાં કેસ આવતા તંત્રમાં દોડધામ
મહિલા (Women) એ તલાક અંગેનું કારણ પુછતા તેણે ઝગડો કર્યો હતો. મહિલા (Women) ને જાહેરમાં માર માર્યો હતો. તારામાં હવે કંઇ રહ્યું નથી માટે મારે નવી લાવવી છે તું મને છુટો કર તેમ કહ્યું હતું. જેથી કંટાળેલી મહિલા (Women) એ આખરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ ઘટના અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતા (Married woman)નો આક્ષેપ છે કે લાંબા સમયથી તેના પતિ (Husband) દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વારંવાર તેને ટોર્ચર કરવામાં આવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube