* મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના
* આરોપી રમજાન તવરને રાજસ્થાનના લાડનુંથી ઝડપી પાડ્યો
* આરોપી રમઝાનની ધરપકડ બાદ પોલીસે કસૂરવાર પતિની તપાસ હાથધરી
* ફરિયાદીએ રજૂ કરેલા ફોન રેકોર્ડિંગના આધારે નણદોઈની કરાઈ ધરપકડ
* ફરીયાદી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી પતિ સબ્બીર હજુ ફરાર
* ફરિયાદી મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની ધરપકડ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પૂર્વ મહિલા ક્રાઇમ પોલસે એક ચર્ચાસ્પદ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. એક એવો આરોપી કે જેણે પોતાના સાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ટેલિફોનિક ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. આખરે મહિલા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે.


પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજો નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે


મહિલા ક્રાઇમ બ્રાંચના સકંજામાં રહેલા આરોપીનું નામ છે રમજાન અકબરઅલી તવર. ફરિયાદી મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. એટલું જ નહીં ફરિયાદી મહિલાએ પોતાના પતિ સબ્બીર વિરુદ્ધ શારીરિક અત્યાચાર કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા આરોપી પતિ ફરાર થઇ ગયો છે. ફરિયાદની હકીકત જાણીને પોલીસના સકંજામાં દેખાતા આ નણદોઇએ ફરિયાદી મહિલાને ધમકી આપી અને તારી કિંમત બોલ તને ખરીદી લઈશ અને બજારમાં વેચી નાખીશ તેવી ટેલિફોનિક ધમકી આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદના આધારે પોલીસે આરોપી રમજાન અકબરઅલી તવરની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લીધી છે.


ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો પાકિસ્તાન બોર્ડર પર સર્જાયા, 10 શંકાસ્પદ માછીમારોને ઝડપી લેવાયા


ફરિયાદી મહિલાએ થોડા મહિના અગાઉ ફરિયાદ કરી હતી કે, પતિ નણદોઈ તથા તેના સાસુ-સસરા તેના પર અસહ્ય શારિરીક અને માનસિક અત્યાચાર કરે છે. તેનો પતિ અવારનવાર તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. આ ઘટનાની જાણ પકડાયેલા આરોપી રમજાનને થતા આરોપીએ ફરિયાદી મહિલા અને તેના પરિવારજનોને રૂબરૂ અને ફોન પર ધમકી આપી આપી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન હાલ આરોપી રમજાનને ઝડપી પાડયો છે. ફરિયાદીના પછી સબીરને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતાની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર સબ્બીર ચેજરાને પકડવા પોલીસે અલગ અલગ ટિમ બનાવી ધરપકડની કવાયત તેજ કરી છે. ત્યાર આરોપી પકડાયા બાદ શુ નવા ખુલાસા થાય તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube