પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી
પતિ પત્નીના ઘર કંકાસનો ખુબ જ દુખદ અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. વિજય ભાઇને બે સંતાનો છે. જેમાં મોટી દિકરી અને નાનો દિકરો સ્વરજ કુમાર છે.
નસવાડી: પતિ પત્નીના ઘર કંકાસનો ખુબ જ દુખદ અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. વિજય ભાઇને બે સંતાનો છે. જેમાં મોટી દિકરી અને નાનો દિકરો સ્વરજ કુમાર છે.
ઉતરાખંડના સ્પીકર વડોદરા એરપોર્ટ પર ઉતર્યાની કલાકોમાં જ પરત જવા રવાના
વિજયભાઇ પોતાની પત્નીને તેડવા પત્નીનાં પિયરમાં ગયા હતા. તેમની પત્ની જો કે કોઇ પ્રકારે માનવા માટે તૈયાર નહોતી. આ ઉપરાંત તેમની પત્નીએ વિજયભાઇને માર પણ માર્યો હતો. જેથી ખુબ જ લાગી આવતા વિજયભાઇએ પરત આવીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેમણે પોતાની વ્યથા વર્ણવી હતી. જો પોતે આત્મહત્યા કરે તો તેમના માટે સંપુર્ણ પણે તેમની પત્ની જ જવાબદાર છે તેવું જણાવ્યું હતું. મારી પત્નીના ત્રાસથી હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું તેમણે જણાવ્યું હતું.
વીડિયોમાં પોતાની આત્મહત્યા માટે પત્ની જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. હાલ તેમની આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીજયભાઇના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ફરિયાદ દાખલ કરીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube