કરૂણ ઘટના! ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
17 વર્ષથી પતિ ડિપ્રેશનમાં રહેતો હતો અને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો આવતો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી.
ચેતન પટેલ/સુરત: ડીંડોલી વિસ્તારમાં ઘર કંકાસના કારણે પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 17 વર્ષથી પતિ ડિપ્રેશનમાં રહેતો હતો અને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો આવતો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી.
વાહ શાબાશ સરકાર! ગુજરાતમાં પ્રથમવાર શહિદના પરિવારને એક કરોડ અપાયા, CM ખુદ પહોંચ્યા
મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા 17 વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. રાજુભાઈને સંતાનમાં બે દીકરી છે જે મોટી દીકરી અમદાવાદ અને નાની દીકરી દાહોદ નોકરી કરે છે.
ખુશખબર! ગુજરાતમાં 25 હજારથી વધુ નોકરીઓના દ્વાર ખૂલશે, આ ક્ષેત્રમાં થશે રોજગારીની તકો
રાજુભાઇ છેલ્લા એક મહિનાથી બેકારીનું જીવન ગુજારતો હતો. જેથી પત્ની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી પરિવારજનનું ગુજરાન ચલાવતી હતી. બંને વચ્ચે ઘર કંકાસ ને લઈ અવનવા ઝઘડો ચાલતો આવતો હતો ત્યારે આજે વહેલી સવારે ફરીથી પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો શરૂઆતમાં બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જો કે ત્યારબાદ રાજુએ ચપ્પુ વડે તેની પત્ની ઉપર હુમલો કરી તેને મોતને ઘાત ઉતારી દીધી હતી બાદમાં રાજુભાઈએ પણ પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે 10:00 વાગ્યાના અરસામાં પત્ની શૈલાબેન ના બહેન તેને સ્કૂલે લઈ જવા માટે આવી હતી.
PM મોદી કેબિનેટના બે શક્તિશાળી મંત્રીઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ, ભાજપને નડશે
જોકે કોઈએ ઘરનો દરવાજો નહીં ખોલતા આખરે ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો દરવાજો ખોલતા ની સાથે જ શૈલાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા જ્યારે તેમના પતિ રાજુભાઈ ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા આ ઘટના જોતાની સાથે જ તેમની બહેને બૂમાબૂમ કરી નાખી હતી અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
VIDEO: હાર્દિક પંડ્યાએ મેદાનની વચ્ચે ઈશાન કિશન પર પિત્તો ગુમાવ્યો, બરોબરનો બગડ્યો
આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ નો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયા પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી અને બંને મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમાર્થે મોકલી આપવામાં આવી હતી આ સમગ્ર બનાવને લઈને ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.