ગોધરા : હાલોલની અનુપમ સોસાયટીમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરના બંધ મકાનમાંથી વિકૃત હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાની ઘાતકી હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. હાલોલ વડોદરા રોડ પર આવેલ અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પી.એમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારની સ્પષ્ટ ચેતવણી: ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીને અડ્યા તો મર્યા સમજો!


ગણતરીના દિવસોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, મહિલાની ઘાતકી હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં હત્યારા પતિ કાળુભાઇ કાગડાભાઈ રાઠવાએ કબુલ્યું હતું કે, તેની પત્ની ચંચિબેનના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ થતાં આવેશમાં આવી પોતે જ હાલોલની અનુપમ સોસાયટીના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી પોતાની પત્નીને પાવડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ક્વાર્ટરને તાળું મારી પોતે ત્યાંથી નાસી છૂટ્યો હતો.


કોરોના દર્દીનાં સાવચેતી સાથે અંતિમ સંસ્કાર માટે પરિવારને છુટની અરજી દાખલ, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી


મૃતક ચંચિબેન હાલોલની અનુપમ સોસાયટીના સર્વન્ટ ક્વાર્ટરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભાડે રહી સોસાયટીના રહીશોનું ઘરકામ કરી ગુજરાન ચલાવતી હતી. મૃતક ચંચિબેન રાઠવા મૂળ હાલોલ તાલુકાના ઝાંખરીયા ગામની રહેવાસી છે. ગત 31 ડિસેમ્બરના રોજ અનુપમ સોસાયટીના મકાનમાંથી અત્યંત દુર્ગંધ મારતા સોસાયટીના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક ચંચિબેનને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. હાલ પોલીસે હત્યારા પતિ કાળુભાઇ રાઠવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube