રવિ અગ્રવાલ/ વડોદરા : અભ્યાસક્રમમાં નબળા વિદ્યાર્થી જ્યારે નાપાસ થાય છે ત્યારે હતાશ થાય છે અને ખોટું પગલું ભરી લેતા હોય છે. જો કે વડોદરાના પ્રિન્સ પંચાલ આવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. પ્રિન્સ પંચાલ ધોરણ 10માં તમામ વિષયમા ચાર વખત નપાસ થયો હોવા છતાં હિંમત ન હાર્યો અને તેને વિવિધ પ્રકારના નાના વિમાનો બનાવી સફળતા તરફ આગળ વધી રહ્યો છે દાદાએ આપેલી શીખ અને પ્રેમના કારણે પ્રિન્સ આજે નવી આશાઓ સાથે સંશોધન કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ બંને હાથમાં ખુલ્લી તલવાર સાથે કર્યા કરતબ


વડોદરાના મકરપુરામાં રહેતો પ્રિન્સ ધોરણ 10માં સતત ચાર વખત નાપાસ થતા તેના દાદાએ તેને કંઈક એવું કામ કરવાનુ કીધુ કે જેનાથી લોકો તેને ઓળખે. પ્રિન્સને તેના દાદાએ નાનુ વિમાન બનાવવા માટે પ્રેરણા આપી. જેથી પ્રિન્સે ઈન્ટરનેટના માધ્યમથી અને દાદાની શીખામણથી છેલ્લા ચાર વર્ષમાં જુદા જુદા ૩૫ જેટલા નાના વિમાનો બનાવ્યા છે. મહત્વની વાત છે કે પ્રિન્સે તાજેતરમાં બનાવેલ વિમાન ફ્લેક્સ બેનરના વેસ્ટમાંથી બનાવ્યું છે.


સતત 5 દિવસથી ધ્રૂજી રહી છે દક્ષિણ ગુજરાતની ધરા, વાંસદામાં 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો


દીકરી જાગતી હોવાથી પત્નીએ શારીરિક સબંધ બાંધવા ના પાડી... અડધી રાત્રે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન


જેમાં અલગ-અલગ પ્રકારની મોટરો બેટરીઓઅને સર્કિટોનો ઉપયોગ કર્યો છે. પ્રિન્સનું સપનુ છે કે યોગ્ય જગ્યાએ ટ્રેનિંગ મળે તો તે બે સીટ વાળું વિમાન બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ ઉડાડી શકે છે અને દેશ-વિદેશના લોકો ને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો દેખાડી શકે. તો પ્રિન્સની કાબિલીયતને જોઈ એક વ્યક્તિએ તેની કામગીરીને સોશિયલ મીડીયા પર પ્રમોટ કરી અને પ્રિન્સને આગળ લઈ જવા માટે સરકારની મદદ માંગી છે.