અમદાવાદ : કોરોના દરમિયાન સ્થિતી ખુબ જ વિકટ બની છે. તમામ હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. તેવામાં આર્મીની મદદ માટે પણ વાત ચાલી રહી હોવાની મુખ્યમંત્રી દ્વારા અગાઉ વાત કરી હતી. જો કે ઇન્ડિયન આર્મી સાથે હજી સુધી માત્ર વાતચીત જ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હાલ સોશિયલ મીડિયામાં એક વાયરલ મેસેજ જોવા મળી રહ્યો છે. જેમાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ દ્વારા 1000 બેડની હોસ્પિટલ આજથી ખુલ્લી મુકવામાં આવી છે. આ ઉપરાંત તેમાં કોરોનાના સામાન્ય નાગરિકોની સારવાર પણ આજથી ચાલુ થશે તે પ્રકારનો ઉલ્લેખ તેમાં છે. જે દર્દીઓ ઇમરજન્સી સારવાર ઇચ્છતા હોય તેઓ અહીં આવી શકે છે. 


આ હોસ્પિટલ એરપોર્ટ ટર્મીનલ ટી1 ની નજીક આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજન બેડ ઉપરાંત પલ્મોલોજીસ્ટથી માંડીને તમામ પ્રકારનાં ઇન્ડિય આર્મ્ડ ફોર્સનો ડોક્ટરી સ્ટાફ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક્સ સર્વિસ મેનને પ્રાધાન્ય આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે. તમામ સારવાર તદ્દન ફ્રી અપાઇ રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટેની અપીલ કરવામાં આવી છે. 


આ મેસેજમાં એડ્રેસ અપાયું છે, ટર્મીનલ 1, રક્ષા સમ્પદા ભવનની બાજુમાં આ પ્રકારનું હોસ્પિટલનું એડ્રેસ અપાયું છે. આ ઉપરાંત દાખલ થવા ઇચ્છતા વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ અને પોતે કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆરનો રિપોર્ટ  સાથે લાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મેજર જનરલ ભાટીયાનાં નામનો ઉલ્લેખ કરીને તેની સાથે કોન્ટેક્ટ નંબર પણ શેર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ગુલશન સૈની આસિસ્ટન્ટ કમાન્ડરનો નંબર પણ શેર કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube