JAMNAGAR: વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ 3 ઇડીયટ્સને પણ ટક્કર મારે તેવું વર્તન
* 15 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરાતું હોવાની ફરિયાદ
* એન્ટી રેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ
* જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં સામુહિક રેગિંગની ઘટનાથી ખળભળાટ
* બોયઝ હોસ્ટેલમાં 28 થી વધુ વિધાર્થીઓએ રેગીંગ થતું હોવાની કરી ફરીયાદ
જામનગર : ફિઝિયોથેરાપી કોલેજમાં સામૂહિક રેગીંગ થતું હોવાની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગર શહેરમાં અગાઉ પણ તબીબી આલમની સૌથી જૂની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં પણ રેગીંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. જો કે ત્યાર બાદ આજે ફરી એક નવી ઘટના સામે આવી છે, ત્યારે જામનગર શહેરમાં ફિઝિયોથેરાપી કોલેજમાં પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓની રેગીંગ કરાતું હોવાની ઘટના સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ગુજરાતને આ શું થવા બેઠું છે? 11 વર્ષની એક બાળકીને નરાધમ ઉઠાવી ગયો અને પછી...
જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.દિનેશ સોરાણી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સોમવારના રોજ ફિઝિયોથેરાપી કોલેજના સેકન્ડ યરના 15 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં કરવામાં આવેલ ફરિયાદ મુજબ ફિઝિયોથેરાપી કોલેજ 28 જેટલા થર્ડ અને ફોર્થ યર સહિતના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બોયઝ હોસ્ટેલ ખાતે મોડી રાત્રે કોઇપણ કારણોસર વિદ્યાર્થીઓને બોલાવી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે. રેગીંગથી હેરાન-પરેશાન વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં ફરિયાદ કરાતા આ મામલે એન્ટી રેગિંગ કમિટી અને તપાસ સમિતિ દ્વારા યુદ્ધના ધોરણે સમગ્ર ઘટના અંગે તથ્યો તપાસવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિલાએ પોતાના શ્વાનનું નામ સોનુ રાખતા પાડોશીએ તેને જીવતી સળગાવી
હાલ પ્રાથમિક ધોરણે તમામ વિગતો મેળવી ત્યારબાદ જો કોઈ કસૂરવાર જાણવા મળશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ કમિટીના સભ્યો દ્વારા આપવામાં આવી છે. તબીબી અભ્યાસ આલમમાં અગાઉ પણ આ પ્રકારે વિદ્યાર્થીઓનું રેગીંગ કરાતી હોવાથી ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ ભૂતકાળમાં પણ હજુ સુધી કસૂરવારો સામે કોઇ કડક કાર્યવાહી ન કરાતા આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરીથી આજે થયેલી આ ઘટનામાં પણ જો કસૂરવાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં કોલેજોમાં બનતી રેગિંગની ઘટનાઓ અટકાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube