સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશનના હવાલા કાંડમાં મોટો ખુલાસો, 150 કરોડ હવાલાથી વિદેશ મોકલાયા ને...
સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ઇડી તપાસમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં 150 કરોડનો હવાલો મોકલ્યો હોવાનું સામે આવ્યુ છે, ગેરકાયદે ટ્રેડિંગ સાથે ફોરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઇ છે.
ચેતન પટેલ/સુરત: ઇડીના દરોડા દેશભરમાં ચાલી રહ્યાં છે અને ઠેકઠેકાણેથી ઇડીની તપાસમાં મોટા કૌભાંડ અને બેનામી હિસાબો જપ્ત કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે હવે સુરતમાં પણ ઇડીએ બેનામી સંપતિ ધારકો પર કમર કસી છે. સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ઇડી તપાસમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં 150 કરોડનો હવાલો મોકલ્યો હોવાનું સામે આવ્યુ છે, ગેરકાયદે ટ્રેડિંગ સાથે ફોરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઇ છે.
અંજારના સંજીવ તોમરના પુત્ર યશનું અપહરણ, સવા કરોડની ખંડણી માગતા અડધી રાતે પોલીસ દોડતી
ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઇડીના સર્ચ ઓપરેશનમાં 150 કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે. અહીં ફૉરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઈ હતી અને સાથે સાથે ગેરકાયદે ટ્રેડિંગ થતુ હોવાનું પણ મળ્યું હતુ. એન્ફૉસર્મેન્ટ ડિરેકટૉરેટ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇડીએ ઓજસ્વી ફાઉન્ડેશનથી નવા નવા મોટા ખુલાસો થઇ રહ્યાં છે.
શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ : દાદાને કરોડોના હીરાજડિત આભૂષણોના વાઘા પહેરાવાયા
ફૉરેક્સ ટ્રેડિંગના ઓથા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ કરીને 150 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત 8500 લોકોને ફૉરેક્સ ટ્રેડિંગમાં રૂપિયા રોકવાની લાલચ પણ આપી અને આ કેસમાં ઢગલાબંધ ડૉકયુમેન્ટ જપ્ત કરાયા છે. હવે ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થશે.
ભૂપેન્દ્ર પટેલનું કદ વધ્યું, દિલ્હીથી સ્પષ્ટ સૂચના, લોકસભા પહેલાં દાદાને હાઈલાઈટ કરો