ઉદય રંજન/અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે ચાર મિત્રોની ધરપકડ કરી છે. ચારેય મિત્રોએ મળી એક યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું તો શું બન્યું કે ચારેય મિત્રોએ હત્યા કરવી પડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન, ચોમેર વરસાદ, વીજળી પડવાથી 2 ના મોત


અમદાવાદના પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના નારોલ વિસ્તારમાં આવી જ એક હત્યાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 17 જૂનાનાં નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસને એક મૃતદેહ હોવાંની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. મૃતદેહ અંગે તપાસ કરતા હાથ પગ અને અન્ય જગ્યાઓ પર ઇજાના નિશાન હોવાને કારણે પોલીસે પીએમ કરાવ્યું હતું. જેમાં હત્યા થઈ હોવાનુ સામે આવતા પોલીસે મૃતકની ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જમવા મળતું કે મૃતકનું નામ ભેરુસીંહ છે અને તે મૂળ રાજસ્થાનનો વતની છે. 


અમદાવાદની આ હોટલમાં એવી કુકીઝ વેચાતી જેને ખાઈને નશો થતો, ATS એ પકડ્યુ મોટું કૌભાંડ


જે બાદમાં મૃતક ભેરૂસિહના પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ગત 13 જૂનના રોજ નારોલ ગામમાં હિતેશ ઠાકોર નામના વ્યક્તિનો આઇફોન મોબાઈલ ચોરી થયો હતો. હિરેશનો મોબાઈલ ચોરી થતાં તેણે તેના મિત્રો દ્વારા તપાસ કરાવી હતી કે, મોબાઈલ કોણે ચોરી કર્યો છે જે દરમ્યાન હિતેશ ને ખબર પડી કે ભેરૂસિંહ નામના વ્યક્તિએ તેનો આઇફોન ચોરી કર્યો હતો. 16 જૂના સવારે ભેરુસિંહ સુદામા એસ્ટેટ ખાતે બેઠો હતો. જેની હિતેશને જાણ થતાં હિતેશ ઠાકોર અને તેનો મિત્ર રાહુલ ઠાકોર ત્યાં પહોંચતા હતા અને ભેરૂસીંહને માર મારી ત્યાંથી તેના બાઇકમાં બેસાડી આકૃતિ ટાઉનશિપની સામેના મેદાનમાં લઈ આવ્યા હતા. જ્યાં હિતેશના વધુ બે મિત્રો આકાશ ઠાકોર અને કમલ રાજપૂતને ફોન કરી બોલાવ્યા હતા. ચારેય મિત્રોએ મળી ભારૂસિંહને માર મારી હત્યા નિપજાવી હતી.


PM વીરાને બહેનોનો પત્ર : પાણી માટે બનાસકાંઠાની મહિલાઓ પીએમને લખશે 50 હજાર પત્રો


પોલીસે મૃતક ભેરૂસીંહ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભેરૂસિંહ નાની મોટી ચોરી કરવાની ટેવ વાળો હતો. મૃતક ભેરૂસિંહ અગાઉ ખેડા હાઈવે પર આવેલી એક હોટલમાં નોકરી કરતો ત્યાં પણ નાની મોટી ચોરીઓ કરતો હતો. જેથી તેને હોટલમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. નારોલ ગામમાં હિતેશનો મોબાઈલ પણ ભેરૂસિંહે ચોરી કર્યો હતો. જોકે હિતેશ પાસે આઇફોન હતો એટલે ત્યાંના સ્લમ વિસ્તારમાં ભેરૂસિંહ આઇફોન લઇને બેઠો હતો. જેની જાણ હિતેશના મિત્રને થતાં તેને હિતેશની જાણ કરી હતી. હાલ તો ભેરુસિંહને માર મારી મોત નીપજવનાર હિતેશ ઠાકોર, રાહુલ ઠાકોર, આકાશ ઠાકોર અને કમલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચારેય આરોપીનો અન્ય કોઈ ગુનાહીત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube