ભાવનગર : વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની પ્રાથમિક સુવિધાને લઈને તમામ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી વિતરણ માટે મનપા દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે લોકોને કાયમી, સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. એક સમયે શહેરના છેવાડાના વિસ્તાર એવા ભરતનગર, આનંદનગર, નારી, અધેવાડા સહિતના વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાને લઈને મનપા કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતાં હતા.આજે એ વાત ભૂતકાળ બની ગઈ છે, મનપાની પાણી સપ્લાય વ્યવસ્થાને લઈને લોકો પણ ખુશ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લામાં દારૂ સાથે ફરી રહેલા બે મિત્રોએ પોલીસના બે કોન્સ્ટેબલને કચડી માર્યા


ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે, સાથે 9 જેટલા ગામોનો સમયાંતરે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરનો વ્યાપ વધતા લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે હેતુથી રોડ, રસ્તા, ડ્રેનેજના કામો ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે અને જીવન માટે સૌથી વધુ જરૂરી પાણી વ્યવસ્થા પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શહેરમાં 8 લાખની વસ્તી માટે 5 ફિલ્ટ્રેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં તખ્તેશ્વર ફિલ્ટર, નારી ફિલ્ટર, ચિત્રા ફિલ્ટર, નિલમબાગ ફિલ્ટર અને તરસમીયા ફિલ્ટર નો સમાવેશ થાય છે. આ તમામ ફીલ્ટ્રેશન પ્લાન્ટમાંથી 10 ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને 13 ઇએસઆર દ્વારા પાણી સપ્લાય પૂરો પાડવામાં આવે છે. શહેરની રોજની 165 થી 170 MLD પાણીની જરૂરિયાત પડે છે. જે જિલ્લાના મુખ્ય સ્રોત એવા શેત્રુંજી ડેમ, ખોડીયાર તળાવ, ગૌરીશંકર તળાવ અને મહી પરિયેજમાંથી કુલ 170 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમજ આગામી જુલાઇ 2022 સુધી ચાલે તેટલો પાણી નો જથ્થો તમામ ડેમમાં સંગ્રહિત થયો છે જેથી પાણી ની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે.


PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર


ગત વર્ષોમાં ભાવનગર શહેરમાં પાણી ની ખૂબ મોટી સમસ્યા રહેતી હતી, લોકોને શુદ્ધ પીવાનું પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું હતું, અથવા પૈસા ખર્ચીને પાણીના ટાંકા મંગાવવા પડતાં હતાં, પરંતુ શાસકો ની સુચારુ વ્યવસ્થા ના કારણે હાલ જે લોકોની સુવિધા માટે ફિલટ્રેશન પ્લાન્ટ ને અપગ્રેડ કરી તેની ક્ષમતા વધારવામાં આવી છે જેથી લોકોને પૂરા પ્રેશર થી સંપૂર્ણ ફિલ્ટર કરાયેલું શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે, જેમાં શેત્રુંજી ડેમ માથી 90 MLD, મહી પરીયેજ માથી 55 MLD, અને ગૌરીશંકર તળાવ માથી 20 MLD પાણી ઉપાડવામાં આવે છે, પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય મળી રહેતો હોવાથી છેવાડા ના વિસ્તારમાં રહેતા લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube