બેકાર એન્જિનિયર ચોરીનાં રવાડે ચડ્યો, શોરૂમમાં જઇને ગાડીને સેલ માર્યો પણ ગેટ પાસે થયું એવું કે...
રાજ્ય અને દેશમાં એન્જીનીયર બેકાર છે, એવા લખાણો તમે સોશિયલ મીડિયા અને વખતા જોયા હશે પણ સાચે જ એન્જીનીયર બેકાર છે. આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નોકરી છોડી જતા ચોરીના રવાડે ચઢયા. બેકાર એન્જીનીયરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રામોલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા યુવાનનું નામ છે મહેશ રામ. મહેશ રાજપૂતે રાજસ્થાનમાંથી એંજીન્યરિંગ પૂર્ણ કર્યું છે અને છ માસ નોકરી હતી. ત્યાર બાદ નોકરી છૂટી જતા બેકાર એન્જીન્યર ચોરી કરવાની કળા વિકસાવી હતી. જો કે આ ચોરી કરવાની કળામાં પહેલીવાર હાથ અજમાવા જતા જ સીધા બેકાર એન્જિનિયર જેલના સળિયા પાછળ આવી ગયા છે.
ઉદય રંજન/અમદાવાદ : રાજ્ય અને દેશમાં એન્જીનીયર બેકાર છે, એવા લખાણો તમે સોશિયલ મીડિયા અને વખતા જોયા હશે પણ સાચે જ એન્જીનીયર બેકાર છે. આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નોકરી છોડી જતા ચોરીના રવાડે ચઢયા. બેકાર એન્જીનીયરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રામોલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા યુવાનનું નામ છે મહેશ રામ. મહેશ રાજપૂતે રાજસ્થાનમાંથી એંજીન્યરિંગ પૂર્ણ કર્યું છે અને છ માસ નોકરી હતી. ત્યાર બાદ નોકરી છૂટી જતા બેકાર એન્જીન્યર ચોરી કરવાની કળા વિકસાવી હતી. જો કે આ ચોરી કરવાની કળામાં પહેલીવાર હાથ અજમાવા જતા જ સીધા બેકાર એન્જિનિયર જેલના સળિયા પાછળ આવી ગયા છે.
વડોદરા: પરેશ ધાનાણીએ લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા, સભામાંથી ચાલતી પકડી
શહેરના રામોલ વિસ્તારમાં આવેલા એક કાર શોરૂમમાંથી મહેશ રાજપૂત કાર લઈને ભાગવા જાય તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. બન્યું એવું કે આ મહેશ રાજપૂત શૌચાલય જવાના બહાને કાર શોરૂમમાં પાછળ સર્વિસ સેન્ટર પાસે પહોંચ્યો હતો. ત્યાં એક કારમાં ચાવી લાગેલી હોવાથી તે ચાલુ કરીને નીકળતો હતો. પણ સિક્યોરિટી ગેટ પર સતર્કતાથી અને ગેટપાસની સિસ્ટમને કારણે આ બેકાર એન્જીન્યર કાર લઈને ન નીકળી શક્યો અને રામોલ પોલીસને જાણ કરાતા પોલીસે મહેશ રાજપૂત પર ચોરીના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
PM મોદીને લઇ જનારુ પ્લેન નદીમાં ઉતરે તે પહેલા જ અચાનક થવા લાગ્યા વિસ્ફોટો, પોલીસ દોડતી થઇ
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીએ પોતાની સ્ત્રી મિત્રને કારમાં ફેરવા માટે આ કાર ચોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રામોલ પોલીસે તપાસ શરુ કરી છે કે અન્ય કોઈ ગુના કાર્ય છે કે કેમ તે અંગેની તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ બેકારીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ભણેલા ગણેલા લોકો પણ અસામાજીક પ્રવૃતીઓ તરફ વળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube