* 48 કલાક સુધી સતત ચાલ્યો ચોર-પોલીસનો ખેલ
* વેપારીના બે યુવક મિત્રોનુ થયુ હતુ 31 ડિસેમ્બરે અપહરણ
* દેવાનુ ભારણ હટાવવા કર્યુ અપહરણ અને માંગી ખંડણી
* 500 થી વધુ વાહનોની તપાસ કરી પોલીસે ઝડપ્યા આરોપી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : વેપારીના પુત્ર સહિત બે યુવકોનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગનાર આરોપીને  ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં જ છોડાવ્યા છે. આરોપીઓએ બન્ને યુવકોનુ અપહરણ કરી બે દિવસ ગોંધી રાખી માર પણ માર્યો હતો. જેને પગલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી ફરિયાદી વેપારીના પરિચિત એક સહિત 4 આરોપીની ધરપકડ કરી ખંડણીના 40 લાખ રોકડા કબ્જે કર્યા છે.


માસ્ક કે દંડ કી બાત કી તો કાટ ડાલુગાં, મુસ્તુફાએ PSI ની કોલર પકડી લીધી અને...


સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી માટે આવેલા બે મિત્રોનું પોલીસની ઓળખ આપી વસ્ત્રાલ પાસેથી અપહરણ કરવામા આવ્યુ હતુ. અપહરણના કલાકો બાદ અપહરણ કારોએ વેપારી પાસેથી માંગી હતી 1 કરોડની ખંડણી. ખંડણી અને યુવકોના હત્યાની ધમકી મળતા ગભરાયેલા ફરિયાદી આઝાદ હુદ્દાએ ક્રાઈમ બ્રાંચ સમક્ષ બનાવની રજૂઆત કરી હતી. જેના આધારે ક્રાઇમની અલગ અલગ 11 ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અને અપહ્યત સમીર હુદ્દા અને સમીર વઢવાણીયાને છોડાવી લેવા માટે ઓપરેશન શરૂ કર્યુ. જેના 48 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી 40 લાખ રોકડા કબ્જે કર્યા.


અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!


ક્રાઈમ બ્રાંચે 150 પોલીસ કર્મીની મદદથી આ ગુનાના 4 આરોપી સિકંદર ઉર્ફે સલિમ, નિલેશ બારા, ધર્મેન્દ્ર ઉર્ફે ભીમો પરમાર અને વિપુલ રબારીની ધરપકડ કરી છે. પકડાયેલા 4 આરોપીમાંથી સિંકદરે અપહરણનુ પ્લાનિંગ કર્યુ હતુ. સિકંદર ફરિયાદીનો પરિચિત હતો. પોતાનુ તથા વિપુલનું દેવુ ચુકવવા માટે અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યુ હતુ. જે માટે 1 કરોડની ખંડણી માંગી અપહ્યુત યુવકની હત્યાની ધમકી આપી હતી. આરોપીએ 31 ડિસેમ્બરની રાતે બે યુવકોનુ વસ્ત્રાલ થઈ અપહરણ કરી બગોદરા, લિંમડી અને રાણપુર વિસ્તારમાં બે દિવસ ગોંધી રાખી 40 લાખની ખંડણી વસૂલી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમોએ યુવકોને છોડાવવા માટે બગોદરા - તારાપુર હાઈવે પર 500 થી વધુ ગાડીઓ ચેકિંગ કરી આઈસરમા ફરાર થતા આરોપીને ઝડપી પાડ્યા હતા.


[[{"fid":"301161","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીઓ)


CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું


પકડાયેલ અપહરણકર્તા આરોપીઓ એટલા ચાલક અને ચબરાક હતા કે, પોલીસ અને ફરિયાદીથી બચવા માટે વડોદરાનો એવો વિસ્તાર પસંદ કર્યો હતો કે જ્યા 400 જેટલા ફાર્મહાઉસ આવેલા છે. ઉપરાંત એક દિવસ માત્ર પોલીસ અને ન્યૂઝ પર નજર રાખી હતી. જોકે પોલીસની ગંધ ન આવતા 40 લાખ રૂપિયાની ખંડણી લેવા આરોપી બહાર આવ્યા અને પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. જોકે આરોપીની પુછપરછમાં હત્યા કરવા સુધીની તૈયારી તેઓએ કરી હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube