અમદાવાદ: 17માં નેશનલ યુસીમાસ અબાકસ અને મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાનુ અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગુજરાતના 4 થી 13 વર્ષના 3000 અને દેશના 7000થી વધુ તેજસ્વી બાળકોએ આ અનોખી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મધ્યપ્રદેશના રુદ્ર ગુપ્તાને સ્પર્ધાના ઓલ ઈન્ડીયા વિજેતા જાહેર કરાયા હતા. વિવિધ કેટેગરીના અસગ અલગ એવોર્ડઝની પણ જાહેરાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181242","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rudra-Gupta-All-India","field_file_image_title_text[und][0][value]":"Rudra-Gupta-All-India"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rudra-Gupta-All-India","field_file_image_title_text[und][0][value]":"Rudra-Gupta-All-India"}},"link_text":false,"attributes":{"alt":"Rudra-Gupta-All-India","title":"Rudra-Gupta-All-India","class":"media-element file-default","data-delta":"1"}}]]


પોતાની 25મી જયંતી ઉજવી રહેલુ યુસીમાસના આ સમારંભમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે ભારતભરમાંથી 2500 બાળકો એકત્ર થયાં હતા અને સફળતા પૂર્વક એશિયા બુક ઓફ રેકર્ડઝમાં નામ નોંધાવ્યું હતું. આ ઉપરાંત સૌથા મોટા માનવ અબાકસ તરીકે ગીનીઝ બુક ઓફ રેકર્ડઝમાં પણ નામ નોંધાવવા પ્રાયસ કરવામાં આવ્યો હતો. સમારંભના સ્થળે આનંદ અને ઉત્સાહનુ વાતાવરણ હતુ અને અબાકસ રચવા પ્રયાસ કરી રેહલાં બાળકોને માતા-પિતાએ વધાવી લીધા હતા.