રાજકોટ: શહેરમાં દિવાળીનાં પર્વનો ખરો આનંદ આજ થી શરૂ થયો છે. લોકો દિવાળીનાં પર્વન  ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલીકાએ દિવાળી કાર્નિવલનો આજ થી ધમાકેદાર પ્રારંભ કરાવ્યો છે. શહેરનાં મુખ્ય હાર્દ સમા રેસકોર્ષ રીંગ રોડ પર દિવાળી કાર્નિવલ આજથી ચાર દિવસ સુધી ઉજવવામાં આવશે. આ દિવાળી કાર્નિવલમાં ચાર દિવસ દરમિયાન આશરે 4 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત


રંગબેરંગી લાઇટીંગ. રંગોળીઓ થી સજ્જ રાજકોટ શહેર. સૌરાષ્ટ્રમાં કોઇ પણ તહેવાર હોય ધામધુમ થી ઉજવવામાં આવતા હોય છે. દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે આજથી રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરીજનો માટે દિવાળી કાર્નિવલનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીની ઉપસ્થિતીમાં ગરીબ પરીવારનાં બાળકોને ઘોડાગાડીમાં બેસાડી દિવાળી કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી શરૂ થતા દિવાળી કાર્નિવલમાં ચાર દિવસ સુધી વિવિધ થીમ પર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેને જોવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી આશરે 4 લાખ કરતા વધુ લોકો ઉમટી પડશે. પ્રથમ દિવસે જ રાજકોટ શહેરના હાર્દસમા રેસકોર્ષ રીંગ રોડને વિવિધ લાઇટીંગથી જાણે કે નવા વાઘા પહેરાવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.. એટલું જ નહિં રેસકોર્ષ રીંગ રોડ ફરતે આશરે 800 કરતા વધુ રંગોળીઓ પણ કરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આગામી 25 તારીખે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિવાળી કાર્નિવલની મુલાકાત લેવાનાં છે.


સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નાગરિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા


દિવાળીને ગણત્રીના દિવસો બાકી છે ત્યારે SOGનું સરપ્રાઇઝ ચેકિંગ


રાજકોટનું હાર્દ એટલે રેસકોર્ષ રીંગ રોડ..દિવાળીનાં તહેવારમાં 2.7 કિલોમીટરનાં આ રેસકોર્ષ રીંગરોડની પસંદગી દિવાળી કાર્નિવલ માટે કરવામાં આવી છે. જેને ફરતે 800 કરતા વધુ રંગોળીનાં કલાકારો દ્વારા 900 કરતા વધુ રંગોળીઓ દોરી શકે તેવું રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી સ્પર્ધા સાંજે 4 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાઓને રૂપીયા પાંચ-પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે. 


દિવાળી સમયે મોદી અને રાફેલ ફટાકડાની માંગ, લોકો કરી રહ્યા છે પડાપડી


 


1. 3 કિલોમીટર રીંગ રોડ ફરતે રંગોળીઓ
રાજકોટનું હાર્દ એટલે રેસકોર્ષ રીંગ રોડ..દિવાળીનાં તહેવારમાં 2.7 કિલોમીટરનાં આ રેસકોર્ષ રીંગરોડની પસંદગી દિવાળી કાર્નિવલ માટે કરવામાં આવી છે. જેને ફરતે 800 કરતા વધુ રંગોળીનાં કલાકારો દ્વારા 900 કરતા વધુ રંગોળીઓ દોરી શકે તેવું રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી સ્પર્ધા સાંજે 4 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાઓને રૂપીયા પાંચ-પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે.


મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી


2. ભવ્ય આતશબાજીમાં 'રાફેલ' થીમનું આકર્ષણ
આવતીકાલે તારીખ 25નાં રેસકોર્ષમાં આવેલા માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજે 7 વાગ્યે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને રેસકોર્ષ મેદાન અને રીંગ રોડ પર હજારોની ભીડ જામતી હોય છે. ગગજચુંબી એવા 70 કરતા વધુ અલગ અલગ વેરાયટીનાં ફટાકડા મંગાવવામાં આવ્યા છે. આતશબાજીની આ વર્ષની થીમ ભારતીય વિમાન રાફેલ રાખવામાં આવી છે. જેમાં 45 મીનીટ સધી સતત આતશબાજી થશે.


મને જે સીટની જવાબદારી સોંપાઇ હતી તેમાં ઉમેદવારનો ભવ્ય વિજય થયો: નીતિન પટેલ


3. મ્યુઝીકલ બેન્ડ લોકોનું આકર્ષણ જમાવશે
ચાર દિવસ ચાલનારા આ દિવાળી કાર્નિવલમાં રોશનીની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. રોશનીની સાથે કિશાનપરા ચોક ખાતે મ્યુઝીકલ બેન્ડનું સ્ટેજ રાખવામાં આવ્યું છે. જ્યાં કલાકારો ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાયને લોકોને મનોરંજન પુરુ પાડશે.


રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો


4. યુવાઓ માટે સેલ્ફિ પોઇન્ટ
દિવાળી કાર્નિવલ નિહાળવા માટે સૌરાષ્ટ્રમાંથી નાના બાળકો થી લઇને વયોવૃદ્ધ લોકો પણ આવતા હોય છે. ખાસ કરીને યુવાઓમાં સેલ્ફિનો ક્રેઝ સૌથી વધુ જોવા મળતો હોવાથી રાજકોટ મહાનગરપાલીકાએ દિવાળી કાર્નિવલને લોકો કેમેરામાં કંડારી શકે તે માટે ખાસ સેલ્ફિ પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે.


ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરિણામની સમીક્ષા કરવામાં આવશેઃ જીતુ વાઘાણી


રાજકોટ ના રેસકોર્સ રિંગ રોડ ખાતે 2.7 કિલોમીટરનાં એરિયા માં રેસકોર્ષ રીંગરોડની પસંદગી દિવાળી કાર્નિવલ માટે કરવામાં આવી છે. જેને ફરતે 800 કરતા વધુ રંગોળીનાં કલાકારો દ્વારા 900 કરતા વધુ રંગોળી દોરી હતી જેમાં અલગ અલગ થીમ આધારિત જેવીકે સ્વચ્છ ભારત , બેટી બચાવો , નરેન્દ્ર મોદી , વિરાટ કોહલી , રાધા ક્રિષ્ના , જાસીકીરાની , અને છત્રપતિ શિવાજી જેવી રંગોળી જોવા મળી હતી.. જેમાં સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બેટી બચાવો થીમ પર જોવા મળ્યું હતું.


ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
દિવાળી કાર્નિવલને લઇને રાજકોટનું હાર્દ એવું રેસકોર્ષ રીંગ રોડને રોશની થી નવી દુલ્હનની જેમ રોશની થી શણગારવામાં આવ્યું છે. એટલું જ નહિં 27 ઓક્ટોબર સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અંદર જવા - આવવા માટેનાં તમામ દરવાજા પાસે ફુડ સ્ટોલ અને બાળકો માટેની રાઇડ્સ રાખવામાં આવશે.