ગાંધીનગર : ગુજરાતના પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે. જો હિંદુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા વચ્ચે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ, સરકારે પાણી આપવાની ના પાડી


નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, તમારો વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો પણ લખી લો, જ્યાં સુધી હિન્દુઓ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ આ કાયદો, બંધારણ અને બિનસાંપ્રદાયિકતા જેવી વાતો છે. ભગવાન ન કરે અને જો હિન્દુઓની સંખ્યા ઘટી અને તેઓ લઘુમતી થઇ ગયા તો તે દિવસથી ન તો કોઇ કોર્ટ કચેરી, ન લોકસભા, ન બંધારણ બધુ જ દફન થઇ જશે. કંઇ જ બાકી નહી રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે એટલે શાંત છે. હું બધાની વાત નથી કરતો હજારો મુસ્લિમો દેશભક્ત પણ છે અને ભારતીય સેનામાં પણ છે. સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં પણ છે. 


બિનનિવાસી ગુજરાતીઓ માટે રૂપાણી સરકારે લીધો વધુ એક સંવેદનશીલ નિર્ણય


નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, લવ જેહાદનો કાયદો તમામ માટે છે. જો કોઇ હિન્દુ છોકરો નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેડતી કરીને લગ્ન કરે અને ધર્માંતરણ માટે દબાણ કરે તો આ કાયદો તેને પણ લાગુ એટલો જ પડશે જેટલો કોઇ મુસ્લિમ યુવકને. આ કોઇ ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરવા માટે નથી. આ કાયદાને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. હું તે સંસ્થાને પુછવા માંગુ છું કે, દરેક ધર્મની દિકરી પોતાના જ ધર્મમાં લગ્ન કરે તો તેમને વાંધો શું છે. 


દીકરીને એકલી રૂમમા મૂકવી ભારે પડી, ઓનલાઈન અભ્યાસને બદલે ન્યૂડ વીડિયો બનાવીને ઈન્સ્ટા પર મૂકવા લાગી


નીતિન પટેલે જણાવ્યું કે, મે નક્કી કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં બ્રિજ બનશે કે મોટા હાઇવે બનશે, 4 લેન કે 6 લેન બનશે તે તમામ જગ્યાએ ભારત માતાની પધરામણી કરવામાં આવશે. આ માટે આપણે તમામ લોકોએ ભેગા મળીને કામ કરવું પડશે. એક મંદિર બનવાથી કંઇ નહી થાય. આવો એક અવાજમાં સાથે મળીને ભારત માતા કી જય બોલીએ. એવો પડઘો પાડો કે જેના હાથમાં AK 47 હોય એ પણ આ અવાજતી ધ્રુજી ઉઠે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube