રાજકોટ : હાલમાં જ ભાજપ દ્વારા નો-રિપીટ થિયરી અપનાવાતાં મંત્રીમંડળમાં તમામ સિનિયર નેતાઓના પત્તા કપાઈ ગયા હતા. જેમાં જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની પણ મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ હતી. બાવળીયા કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. જો કે 2 દિવસ પૂર્વે જસદણ ખાતે જસદણ-વીંછિયા તાલુકા સમસ્ત કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા. એ સમયે બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા પ્રભાતભાઈ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, ગઢડામાં અમારો ધારાસભ્ય ખોવાઈ ગયો છે. કોઇને મળે તો કહેજો. ઉલ્લેખનીય છે કે હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


આપણા વાલજીભાઈ જાદવે તો સોશિયલ મીડિયાના ગ્રુપમાં પણ લખ્યું કે, ગઢડામાં અમારો ધારાસભ્ય ખોવાઈ ગયો છે, મળે તો કહેજો. આપણા કુંવરજીભાઈની મંત્રીમંડળમાંથી બાદબાકી થયા બાદ સમાજના કોઈ કામ ગાંધીનગર ખાતે નથી થઇ રહ્યા. સમગ્ર કોળી સમાજ સાથે આજે પણ અન્યાય થઇ રહ્યો છે. કોળી સમાજના કોઈ આગેવાનને કલેકટરને મળવા જવું હોય તો મળવા જવા દેવાતા નથી. આ સ્થિતિ માત્ર જસદણ-વીંછિયાની નહી સમગ્ર ગુજરાતની છે. સમગ્ર ગુજરાતના કોળી સમાજનાં જ્ઞાતિજનો સાથે અન્યાય થઇ રહ્યો છે.