મુસ્તાક દલ/જામનગર : શહેરના મહાનગરપાલિકાની દર બે મહિને યોજાતી સામાન્ય સભા આજે ટાઉનહોલ ખાતે યોજાઇ હતી. જેમાં જામનગર શહેરમાં તાજેતરમાં જ રખડતાં ઢોરના પગલે વૃદ્ધનું મોત અને રખડતા ઢોરની સમસ્યાને લઈને સમગ્ર સામાન્ય સભા પહેલા અને ચાલુ સામાન્ય સભામાં ભારે ઉહાપોહ મચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયડથી ચૂંટણીનો ગ્રાઉન્ડ રિપોર્ટ, થોડીઘણી સમસ્યાઓ છે પણ, બાયડવાસીઓ સરકારથી ખુશ છે


જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં મનપા કમિશનર વિજય કુમાર ખરાડી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને શાસક તેમજ વિપક્ષના નગરસેવકો સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આજની સામાન્ય સભામાં માત્ર એક જ એજન્ડા હોય ત્યારે પ્રશ્નોત્તરીમાં વિપક્ષ દ્વારા અલગ-અલગ પ્રશ્નોને લઈને શાસક પક્ષ પર તડી બોલાવવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા મામલે સર્જાયો હતો.


હીરાબાના પિયરે પહોંચી ZEE 24 કલાકની ટીમ, પાડોશીઓએ વાગોળી બાળપણની વાતો; વડનગરમાં દિવાળી જેવો માહોલ


જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થવાની પહેલા વિપક્ષના સભ્યો દ્વારા ટાઉનહોલ ખાતે ઢોરના મુખોટા પહેરી અને શહેરમાં ઢોરના કારણે મૃત્યુ પામેલા તેમજ ગંભીર ઇજાગ્રસ્ત લોકોના ફોટા સાથે રખડતા ઢોરના ત્રાસનું નાટક રજુ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સામાન્ય સભા દરમિયાન પણ વિપક્ષ દ્વારા રખડતા ઢોરની સમસ્યા મામલે ભારે ઊહાપોહ મચાવવામાં આવ્યો હતો. 


જે કામ પોલીસ ન કરી શકી, તે એક નાનકડા ગામના સરપંચે કરી બતાવ્યું, ઢોલ વગાડીને દારૂબંધી કરાવી


જ્યારે સૌથી મહત્વની બાબત છે કે, સામાન્ય સભા દરમિયાન શાસક ભાજપના નગરસેવક નિલેશ કગથર દ્વારા તાજેતરમાં તેના વોર્ડમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધના મોત મામલે DMC ને સામાન્ય સભા દરમિયાન ઝાટકણી કાઢવામાં આવી હતી. જ્યારે DMC એ.કે.વસ્તાનીએ પણ સમગ્ર મામલે ભાજપના નગરસેવક સામે પોતાના પર્સનલ સ્વાર્થને લઈને આ સમગ્ર આક્ષેપો કરતા હોવાના સામે જવાબ આપતા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં શાશક પક્ષના નગરસેવક અને DMC વચ્ચે ભારે બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. જોકે આ સમગ્ર મામલો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા થાળે પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube