Vadodara Heavy Rains: વડોદરા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. સાથે સાથે ઉપરવાસમાં વરસાદને લઈને દેવડેમમાંથી 60000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇને અનેક માર્ગ બંધ થઈ ગયા છે, ત્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ વહેલી સવારથી જ બંધ થઈ ગયો હતો. રોડ ઉપર દેવડેમના પાણી વહેતા થતા વાહન વ્યવહાર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

365 દિવસ બાદ તુલા રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ


સાથે સાથે અનેક વાહન ચાલકોને સાત કલાક સુધી રોડ ઉપર જ વિતાવવાની ફરજ પડી હતી એટલું જ નહીં સાત કલાકનો સમય થઈ ચૂક્યા છતાં પણ હજી સુધી પાણી યથાવત છે જેના લઈને વાહન વ્યવહાર પર મોટી અસર થવા પામી છે બીજી બાજુ દેવડેમના પાણીથી અનેક ખેતરોની અંદર પાણી ભરાઈ જવાથી ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આવનારા સમયમાં ક્યારે પાની ઓસરે છે અને જનજીવન રાબેતા મુજબ થાય છે તે જોવાનું રહ્યું.


બાયોડેટા તૈયાર રાખજો! વિશ્વની સૌથી મોટી કંપની આપશે 6 લાખ નોકરીઓ, મહિલાઓને ફાયદો


વડોદરાના હરણી વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યું ફાયર બ્રિગેડ દ્વારા રબર બોટમાં લોકોનું રેસ્ક્યૂ કરાયું. 7 લોકો પાણીમાં ફસાયા હતા, તેઓનું રેસ્ક્યૂ કરાયું. હરણી વિસ્તારમાં એક માળ ડુબી જાય તેટલા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પીવાનું પાણી, શાકભાજી કે અનાજ પણ નથી. 1 માળ સુધી પાણી ભરાતા અનેક લોકોને બહાર નીકળવાની તકલીફ પડી. ફસાયેલા લોકો સુધી પણ રેસ્ક્યૂ બોટ પહોંચી શક્તી નથી.   


પાપી ગ્રહે બદલી પોતાની ચાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન પીરિયડ, દરેક કામમાં મળશે સફળતા


 શહેરનાં સમા હરણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કરોડોનાં ખર્ચે બનેલા એપાર્ટમેન્ટ પાણીમાં ડૂબ્યા છે. સર્વત્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. એપાર્ટમેન્ટોમાં પાણી ઘૂસી આવ્યા લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. વિસ્તારનાં તમામ એપાર્ટમેંટોનાં હજારો રહીશો પૂરના પાણીમાં ફસાયા હતા. અમિતનગરથી સમા જતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શિવા શિવ, અજીતા નગર સોસાયટીમાં પાણી ભરાયા છે. પાણીનું વહેણ એટલું વધુ છે કે સોસાયટી સુધી પણ નથી જઇ શકાતું. રોડ પર અને સોસાયટીના નાકે ભરેલા પાણીમાં કાર આખી ડૂબી ગઈ. કારની માત્ર છત જ દેખાય છે. 


વડોદરાના પોશ વિસ્તારનો આખો માળ પાણીમાં ડૂબ્યો, લક્ઝુરિયસ કાર રમકડાની જેમ પાણીમાં તરી


લોકોએ કહ્યું, કુદરતી કહેરની સાથો સાથ કોર્પોરેશનનો નિષ્ફળ વહીવટ પણ છતો થયો. 30 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છતાં શહેરનો વિકાસ નથી થયો. સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા અનેક લોકોને નુકસાન થયું.  સરકારે પાણી ઓસરે એટલે સર્વે કરી કેશડોલ અથવા સહાય આપવી જોઈએ તેવું લોકોએ કહ્યું. વડોદરાના સમા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. જય યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાતા ઘરવખરી પલળી છે.