હેમલ ભટ્ટ/ગીર સોમનાથ : જિલ્લાના વિઠલપુરમાં દીપડાએ યુવાન ખેડૂતને ફાડી ખાધો તો હરમડિયા ગામે મહિલાને ઇજાગ્રસ્ત કરી હતી. ગીર વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમ ખોર બની રહયા છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાન પર પરત ફરી રહ્યા હતા. તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપ મારી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: 9માં ધોરણમાં બળતા કિશોરે કહ્યું આ દુનિયા આપણને એક નહી થવા દે અને...


વિઠલપુર ગામે ખેડૂત યુવાન પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધાના દ્રશ્યો એટલા ભયાનક હતા કે, આસપાસના વિસ્તારના ગ્રામ્ય પંથકમાં લોકોમાં જોરદાર દહેશત ફેલાય છે. મૃતક અજિત ભાઈને બાઈક પરથી પછાડયાં બાદ દીપડાએ લગભગ 200 મીટર સુધી તેને પોતાના જડબામાં ભરાવી ઘસડ્યાં હતા. જેના આસપાસના ખેતરોમાં લોહીના ખાબોચિયા ભરાયા હતા. યુવાન ખેડૂતને કપાસના ખેતરમાં લઇ જઇને આખી રાત મારણ કર્યું હતું. વહેલી સવારે જ્યારે ગામ લોકો આવ્યા તે સમયે મૃતકનું માથું ઘડથી અલગ હતું. શરીરના અનેક અંગો દીપડો ખાઈ ફરાર થઈ ચૂક્યો હતો. આસપાસના ખેતર લોહીથી ખરડાયેલા દ્રશ્યો જોઈ ગામમાં ભારે ખોફ ફેલાયો છે.


આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર


બીજી તરફ ગીર ગઢડાના હરમડિયા ગામે પણ મહીલા પર દીપડાએ હુમલો કરતા મહીલાને સારવારમાં ખસેડાઇ છે. વિઠલપુર ગામના લોકો અને વન વિભાગ આમને સામને થયું છે. ગામ લોકોએ ડેથ બોડી ઉપાડવા મનાય કરી. જો કે આખરે સમજાવટ બાદ ગામ લોકો શાન્ત થતા બોડીને પીએમ માટે ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ ચાર મહિનામાં ગીર વિસ્તારમાં માનવ પર દીપડાના હુમલાઓ છાશવારે થઈ રહયા છે. તો બીજી તરત વન વિભાગ દીપડાને પકડવા નાકામ થઈ રહ્યું છે. જેના કારણે ગીર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube