મૌલિક ધામેચા /અમદાવાદઃ ઇસકી ટોપી ઉસકે સર આ કહેવત સૌ કોઈએ સાંભળી હશે, પરંતુ ઇસકી ગાડી ઉસકે નામ આ પ્રકારની કરતૂત શહેરના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ વ્યાસ છેલ્લાં ઘણા વર્ષોથી આચરી રહ્યો છે. અગિયારથી પણ વધુ ગુના નિખિલ વ્યાસ આચરી ચુક્યો છે. ત્યારે નરોડા પોલીસે છેતરપિંડીના વધુ એક ગુનામાં આરોપી નિખિલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ શખ્શ છે નિખિલ વ્યાસ.  જે ગાડીઓ લે વેચનો ધંધો કરે છે અને તેની આડમાં છેતરપિંડીની ફેક્ટરી ચલાવે છે. કોઈ પણ ગ્રાહક તેની પાસે ગાડી વેચવા માટે આવે એટલે ગાડીની કિંમતના થોડા ઘણા રૂપિયા આપી બાદમાં ગાડી બારોબાર વેચી નાંખતો. અથવા તો તેના મળતિયાઓને જોડે ગાડી ગીરવે મૂકી દેતા હોવાના અઢળક કિસ્સાઓ હાલ પોલીસ તપાસમાં સામે આવ્યા છે.ગાડી ની લે-વેચના ધંધામાં આરોપી નિખિલને એવી ફાવટ આવી ગઈ.  કે વધુ રૂપિયાની લાલચે શોર્ટ કટ રસ્તો શોધવામાં ગ્રાહકોની ગાડીઓ લઈને બરોબાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દેતો. 


આ પણ વાંચોઃ Corona ની સારવાર માટે અમદાવાદમાં DRDO ની 900 બેડની હોસ્પિટલ તૈયાર, શુક્રવારે ટ્રાયલ રન  


હાલ પોલીસ પૂછપરછમાં પણ નિખિલે આ કેફિયત પોલીસ સમક્ષ કબૂલી છે. મહત્વનું છે આરોપી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે. અને અન્ય 1 રાજકોટ અને 1 સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.ચીટર નિખીલ વ્યાસ બેંકોની સ્લીપ પણ પોતાની પાસે રાખતો હતો જેથી કરીને કોઈ પણ ગ્રાહકને આશ્વાસન આપવા માટે થઈને બેન્કમાં રૂપિયા જમા કરાવ્યાની ખોટી સ્લીપ પણ ગ્રાહકોને મોકલતો હતો. જેથી કરીને સામે વાળા ગ્રાહકને વિશ્વાસ આવી જાય.ગાડીઓની લે-વેચ કરતા કરતા ગાડીઓની હેરાફેરી કરનારો નિખીલ વ્યાસ અધધ ગાડીઓના માલિકો જોડે છેતરપિંડી આચરી ચુક્યો છે. 


ઉપરાંત અગાઉ નિખિલ વ્યાસની નરોડા ગેલેક્સી ઓફિસમાં શેર માર્કેટના ડબ્બા ટ્રેડિંગની પણ રેઇડ પડી હતી. જેમાં પણ નિખીલ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી.હાલ નરોડા પોલીસે નિખીલ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસે  મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube