અમદાવાદ : હાલમાં નિપાહ વાઇરસનો ભારે ખતરો છે. નિપાહનાં કારણે હાલ ત્રણ વસ્તું સૌથી વધારે બદનામ થઇ રહ્યા છે, જેમાં એક છે જ્યાં નિપાહનો કેર છે તે રાજ્ય કેરાળા, બીજું જેનાં કારણે વાઇરસ ફેલાઇ રહ્યો છે તે ચામાચીડીયા અને જેનાં થકી મહત્તમ લોકોમાં ફેલાય છે તે કેરી. જો કે મોટા ભાગનાં લોકો જાણે છે કે કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. કેરી ફળોની રાજા પણ કહેવાય છે. આ ફળ એટલું લાડકું છે કે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં રાષ્ટ્રીય ફળ માનવામાં આવે છે. જ્યારે બાંગ્લાદેશનું તે રાષ્ટ્રીય વૃક્ષ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે માનવ સાથે રહી રહીને કેરીમાં પણ જાતી અને પેટા જાતીઓ પડી છે અને દરેકનાં નામ અલગ અલગ છે. દરેક જાતની એક ખાસીયત સ્વાદ અને કલર પણ છે. તો કેરીનાં નામ કઇ રીતે પડ્યા તેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આવો જાણીએ શું છે ફળોનાં રાઝાની વિવિધ જાતોનાં નામ પડવા પાછળનાં રસપ્રદ કારણો. જો કે કેરીનું નામ કેરી માત્ર ગુજરાતીમાં જ છે હિન્દીમાં તેને આમ કહેવામાં આવે છે જે સંસ્કૃત શબ્દ आम्रः પરથી ઉતરી આવ્યો છે. કેરીને હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, મૈથિલી, સહિતની 7 ભાષાઓમાં “आम” તરીકે જ ઓળખવમાં આવે છે. મલયાલમમાં તેનું નામ માન્ન છે. 1490નાં અંતમાં પોર્ટુગીઝ લોકો કેરળમાં મસાલાઓની સાથે સાથે કેરી પણ લઇ ગયા.. તે લોકો કેરીને માંગા કહેતા હતા. માંગાથી અંગ્રેજોએ તેને મૈંગો કહેવાનું ચાલુ કર્યું. જો કે આપણે આજે કેરીની પ્રજાતીઓ વિશે વાત કરવાનાં છે. 

અલ્ફાંસો: કેરીની આ વેરાયટીનું નામ ભારતમાં પોર્ટુગીઝ રોકાણકાર અને સ્થપતી (સિવિલ એન્જીનીયર) જનરલ અલ્ફાંસો ડી અલ્બુકર્કનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. 
લંગડો : કહેવાય છે કે કેરીની આ વેરાયટીને પહેલી વાર ઉગાડનાર વ્યક્તિ એક પગે લંગડો હતો. તેની કેરી લોકોમાં ધીરે ધીરે પ્રખ્યાત થઇ. લંગડાના ફાર્મથી ચાલુ થયેલી આ કેરી આજે એક બ્રાંડ બની ચુકી છે. 
કેસર : ગુજરાતમાં થનાર આ કેરીની છાલનો રંગ કેસરીયો હોય છે. એટલે આ કેરીને કેસર કેરી કહે છે
જમાદાર : ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં અંગત જમાદારે આ કેરીને સંશોધન કરીને મહુવા શહેરમાં ઉગાડી હતી. તે અન્ય કેરી કરતા વધારે રસાળ હોવાથી મહારાજને પણ આ કેરી ભાવતી અને તેઓ મહુવાથી મંગાવતા. મહારાજે ખુશ થઇને આ કેરીનું નામ જ જમાદાર રાખી દીધું હતું.
દશહરી : લખનઉ પાસે દશહરી ગામમાં આ કેરી પહેલી વાર ઉગાડવામાં આવી હતી. જેનાં કારણે ગામનાં નામે જ તેનું નામ પાડી દેવાયું. તેનું પ્રથમ ઝાડ આપે પણ દશહરી ગામમાં છે. 
ચોસા : કહેવાય છે કે શેરશાહ સુરીએ પટનાનાં પાસા ચૌસાની લડાઇમાં જીત્યા બાદ કેરીની નવી વેરાઇયટીનું નામ ચૌસા મુક્યું હતું. 
ગુલાબ ખાસ : કેરીની આ વેરાયટીમાં ગુલાબી રંગ અને ગુલાબ જેવી સુગંધ અને સામાન્ય સ્વાદનાં કારણે તેને ગુલાબ ખાસ નામ આપવામાં આવ્યું હતું. 
તોતાપુર : આ વેરાયટીની કેરીનો છેડો પોપટની ચાંચ જેવો હોય છે અને તેનો રંગ પણ ઘણે અંશે મળતો આવે છે કે માટે તેને તોતાપુરી કહેવામાં આવે છે. 
સફેદા : આ વેરાયટીની કેરીની છાલ પર તમે પીળા રંગ ઉપરાંત સામાન્ય સફેદ રંગ પણ જોઇ શકો છો જેનાં કારણે તેને સફેદા કહે છે
સિંદુરી : કેરીની આ વેરાયટીની છાલ પર લીલા રંગ ઉપરાંત સિંદુર જેવો રંગ પણ હોય છે. માટે તેને સિંદુરી કહેવામાં આવે છે.