હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળશે અને રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી તેમજ 2 જુલાઇથી શરૂ થઇ રહેલા વિધાનસભાના બજેટ સત્રના સંદર્ભમાં ધારાસભ્યો સાથે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાના સત્ર પહેલા ભાજપની મળનારી આ બેઠકમાં તમામ મોટા નેતાઓ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠકમાં હાજરી આપશે. 2 જુલાઇએ મળનારા વિધાનસભાના સંકુલ માટે યોજનારી આ બેઠકમાં તમામ ધારાસભ્યોને રાજ્ય સરકારના કરેલા પ્રજાના કામોથી માહિતગાર કરવામાં આવશે. 


સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી


જુઓ LIVE TV:



ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકોને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. અને આ રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ધારાસભ્યો સાથે મનોમંથન કરવામાં આવશે. સાથે જ રાજ્યની હાલની પરિસ્થિતિ તેમજ સરકાર દ્વારા જનહિત માટે લોકો માટે કરવામાં આવેલા કામો અંગે ધારાસભ્યોને માહિતગાર કરાશે.