જમીનનાં લાખો રૂપિયાએ લીધો જીવ, સ્વર્ગ મેળવવાની લાલચે આધેડને નર્ક મળ્યું
ધોલેરાના હેબતપુરમા તાજેતરમાંજ થયેલી આઢેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હત્યારા આરોપી સાળા-બનેવીની ધરપકડ કરી છે. આરોપીઓએ રૂપિયાની લાલચમા મિત્રની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. બ્લાઈન્ડ મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉેકલાયો રૂપિયાની લાલચમા મિત્રએ કરી હત્યા કરી હતી. ગ્રામ્ય એલસીબીએઆ હત્યા કેસમાં સાળા બનેવીની ધરપકડ કરી હતી. 55 લાખની જમીનનો સોદો થતા હત્યાનુ ષડયંત્ર રચ્યું હતું.
મૌલિક ધામેચા/અમદાવાદ : ધોલેરાના હેબતપુરમા તાજેતરમાંજ થયેલી આઢેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હત્યારા આરોપી સાળા-બનેવીની ધરપકડ કરી છે. આરોપીઓએ રૂપિયાની લાલચમા મિત્રની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. બ્લાઈન્ડ મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉેકલાયો રૂપિયાની લાલચમા મિત્રએ કરી હત્યા કરી હતી. ગ્રામ્ય એલસીબીએઆ હત્યા કેસમાં સાળા બનેવીની ધરપકડ કરી હતી. 55 લાખની જમીનનો સોદો થતા હત્યાનુ ષડયંત્ર રચ્યું હતું.
મલાજો ભુલ્યા મદદગાર: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર વેન્ટિલેટર પર ગયેલા દર્દીને મૃત જ સમજે છે?
સાળા-બનેવીએ રૂપિયાની લાલચમા એક નિર્દોષ વ્યકિતની હત્યા કરી નાખ્યાનો આરોપ છે. ધોલેરાના હેબતપુર ગામના ભીમાભાઈ ઠેભાણીની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હતો. ઘટનાની હકીકત એવી છે કે 19 જૂનના રોજ મૃતક ભીમાભાઈ ઠેભાણીને રાત્રે ફોન આવ્યો અને ત્યાર બાદ તેમનો 22 જૂનના રોજ વિકૃત હાલતમા મૃતદેહ મળ્યો. બ્લાઈન્ડ મર્ડર મિસ્ટ્રીની તપાસ કરી રહેલી ગ્રામ્ય એલસીબીને મૃતકના મિત્ર ભરત વેગડા પર શંકા જતા તેની પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી ભરતે પોતાના બનેલી રાજેશ સોંલકી સાથે મળીને લૂંટના ઈરાદે ભીમાભાઈનુ હત્યાનુ ષડયંત્ર રચયુ હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
ગુજરાતની આ બેંકે આત્મનિર્ભર યોજનાના 1 લાખના ચેકનું વિતરણ શરૂ કર્યું, લાભાર્થીઓએ કહ્યું આભાર
એલસીબીએ સાળા-બનેવીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જો કે આધેડની
હત્યાનુ કારણ રૂપિયાની લાલચ હતી. થોડા દિવસ પહેલા ભીમાભાઈએ રૂ 55 લાખમા જમીનનો સોદો કર્યો હતો, જેની જાણ આરોપી ભરત વેગડને હતી. જેથી ભરત અને તેના સાળા રાજેશે લૂંટ કરવાનુ ષડયંત્ર રચ્યું હતું. આ ષડ્યંત્ર એવું હતું કે મૃતક ભીમાને જુગાર અને કોલગર્લનો શોખ હોવાથી તે લાખો રૂપિયા લઈને ઘરેથી નીકળતો હતો. જેથી આરોપીઓએ લૂંટ કરવા મૃતકને સ્વર્ગ તો અહીં છે, તું અહી આવીજા તને સ્વર્ગની સફર કરાવું તેમ કહીને કોલગર્લના બહાને હેબતપુર ગામના ખેતરમા બોલાવ્યો હતો. તેના માથામા સળીયાથી ફટકો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં આરોપીઓએ લાશનો નિકાલ કરવા માટે મૃતકનુ પેન્ટ કાઢીને બાઈક સાથે મૃતદેહ બાંધી 200 મીટર ઘસેડીને બાવળની ઝાડીઓમા ફેકી દીધી હતી. અને 4500ની લૂંટ કરી ફરાર થઈ ગયા.
અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી, મહિલા પાસેથી દક્ષિણાના નામે વારંવાર પૈસા પડાવતા પોલીસ ફરિયાદ
રૂપિયાની લાલચમા સાળા-બનેવીને કરેલી હત્યાને પગલે હવે બન્નેને જેલના સળીયા પાછળ ધકેલાયા છે. બંન્ને આરોપી ભરત અને રાજેશ મજુરી કરે છે. પણ લાખોની લૂંટના સપના જોતા હત્યાને અંજામ આપ્યો અને સપના તો પુરા ના થયા પરંતુ મિત્રએ રૂપિયા માટે મિત્રને ગુમાવી દીધો. હાલમા ગ્રામ્ય એલસીબીએ બંન્ને આરોપીની ધરપકડ કરીને ધોલેરા પોલીસને સોપ્યા છે. પોલીસે હત્યામા ઉપયોગમા લેવાયેલી પાઈપ અને મૃતકના મોબાઈલની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube