સુરત : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો છે. તેવામાં સૌથી મહત્વનું હથિયાર વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા રસીકરણ અંગે પણ જણાવ્યું છે. જો કે રાજ્યનાં ભાજપના નેતાઓ જાણે આ તમામ નિયમો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પછી એક નેતાઓ કોરોના ગાઇડલાઇનોનાં ધજાગરા ઉડાવતા જોવા મળે છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતા પણ આજરોજ કપરાડાના કાકડકોપર ગામે ટુર્નામેન્ટમાં પાણી પુરવઠા મંત્રી માસ્ક વગર જોવા મળ્યા હતા. ટુર્નામેન્ટમાં પણ મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા. તાજેતરમાં જ મંત્રી જીતુ ચૌધરી કોરોના પોઝીટીવ થયા હતા. 


જીતુ ચૌધરીએ પોઝિટિવ થયા બાદ તેઓ હાલમાં જ ક્વોરન્ટીન પુર્ણ કર્યું છે. જો કે કોરોનાગ્રસ્ત થયા બાદ તેઓ કાંઇ જ શીખ્યા નહોય તેવું લાગી રહ્યું છે. પોતાના જ ગામમાં આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપીહતી. જીતુ ચૌધરી રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી છે જેમના વિડિઓ સોસીયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાછે. મંત્રી થઈને જો કોરોના ગાઈડલાઈન ભંગ કરે તો આમ જનતાનું તેવા સવાલો હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉઠી રહ્યા છે.