અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામ આવ્યો હતો. જેમાં એક 16 વર્ષીય સગીરાને તેના જ માસીના દિકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંન્ને પોતાના નાનીના ઘરે અવાર નવાર મળતા રહેતા હતા. બંન્ને કલાકો સુધી ફોન પર વાતો કરતા રહેતા હતા. જેથી સગીરાની માતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને તેની મદદ માંગી હતી. હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચીને યુવતીનું કાઉન્સેલિંગ કરતા સગીરાએ સમગ્ર વાતથી ટીમને માહિતગાર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેને કથિત માલદાર અમદાવાદીઓ મજૂર વિસ્તાર કહે છે તેમણે જ સૌથી વધારે ટેક્સ ભર્યો, કોર્પોરેશન માલામાલ


જો કે યુવતીએ આ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે, મારી ભુલ થઇ ગઇ હતી. જે મે સુધારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે મારા માતાપિતા વારંવાર મને તે ભુલ યાદ અપાવીને ટોર્ચર કર્યા કરે છે. આ ઉપરાંત હું માસીના દિકરા થકી પ્રેગનેન્ટ થઇ ગઇ છું તેવી ખોટી વાતો કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. લોકો મને વારંવાર પુછે છે કે, શુ હું પ્રેગનેન્ટ છું? જેના કારણે હું પાડોશમાં પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ જાઉ છું. જેથી હવે હું મારા માતા પિતા સાથે રહેવા નથી માંગતી. 


વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ


તરૂણીએ કહ્યું કે, કહ્યું કે, મારા માતા પિતા મને વારંવાર ઢોર માર મારે છે. આ ઉપરાંત માનસિક રીતે પરેશાન કરે છે. જેના કારણે હું કંટાળી ચુકી છું. તો બીજી તરફ માતા પિતાનો આક્ષેપ હતો કે, અમારી દિકરી અમારા કહ્યામાં નથી રહી. તે પોતાની જ માસીના દિકરાના પ્રેમમાં પડી ચુકી છે. ક્યારેક ક્યારે અડધી રાત્રે ઘરે આવે છે. તો ક્યારેક ક્યારેક બે ત્રણ દિવસે ઘરે આવે છે. જેના કારણે અમે કંટાળી ચુક્યા છીએ. આખરે બંન્નેના વિખવાદને ધ્યાને રાખી શી ટીમ દ્વારા તરૂણીને  ચાઇલ્ડ લાઇનને સગીરાને સોંપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube