ગાંધીનગર : કોરોનાને કારણે ગત્ત વર્ષે ક્યાંય ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી, જો કે આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે હાલ આ અંગે SOP ની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત કર્ફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ માટે હરખના સમાચાર, ગરબાને સરકારે શરતી મંજૂરી આપી, જાણો શું રહેશે નિયમ


આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે. જો કે હજી એસઓપીની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. શેરી ગરબામાં 400 લોકોથી વધારે લોકોને મંજુરી નથી. જેથી શેરીગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાની રહેશે. જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. જેથી 12 વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે. 


શાળાઓ પાસે પુસ્તકો નથી, વિદ્યાર્થીઓ પુસ્તક વગર પરીક્ષા આપવા મજબુર, સરકારના સબ સલામતના દાવા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. 


AHMEDABAD : LG હોસ્પિટલમાં બાળકને ત્યજી દેનાર માતા નાટ્યાત્મક રીતે પરત ફરી


રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 


મહેમદાબાદમાં સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ


લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ. 


MSME ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગસાહસિકને સરકારી મશીનરીનો દરેક સ્તરે મદદ કરવા આદેશ


અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube