પ્રેમી યુગલ સાવધાન! હવે ભાગીને નહી થઇ શકે લગ્ન, કાયદામાં ફેરફારની માંગ સાથે આંદોલન
આજે સભ્ય સમાજમાં દીકરી અને સમાજના દીકરા બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરી લે છે. આ પ્રેમલગ્ન ના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે ખાસ બેઠક બાદ એક ભવ્ય રેલીનું આયોજન કરીને કાયદામાં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આજે પોલીસ સહિત કડી મામલતદારને આપ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં ઉમા પુત્રી સહિત પાટીદાર આગેવનો આ રેલીમાં જોડાયા હતા. જ્યારે અનમાત આંદોલન બાદ પાટીદારની પાસ ટિમ હવે પાટીદાર સેનાના નેજા નીચે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવા માટે હવે ગામે ગામ આંદોલન કરશે તેવા ઠરાવ સાથે આજે પ્રથમ આવેદન આપ્યું હતું.
તેજસ દવે/મહેસાણા: આજે સભ્ય સમાજમાં દીકરી અને સમાજના દીકરા બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરી લે છે. આ પ્રેમલગ્ન ના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે ખાસ બેઠક બાદ એક ભવ્ય રેલીનું આયોજન કરીને કાયદામાં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આજે પોલીસ સહિત કડી મામલતદારને આપ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં ઉમા પુત્રી સહિત પાટીદાર આગેવનો આ રેલીમાં જોડાયા હતા. જ્યારે અનમાત આંદોલન બાદ પાટીદારની પાસ ટિમ હવે પાટીદાર સેનાના નેજા નીચે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવા માટે હવે ગામે ગામ આંદોલન કરશે તેવા ઠરાવ સાથે આજે પ્રથમ આવેદન આપ્યું હતું.
વલસાડમાં જ્વેલર્સનાં શોરૂમમાંથી 80 લાખની ચોરીથી ચકચાર
આજે કડી ખાતેથી પ્રેમ લગ્ન કરનારા માટે માઠા સમાચાર સાથે પાટીદાર સમાજની બહેનો સહિત અન્ય સમાજની બહેનો દ્વારા ખાસ કાયદામાં સુધારો લાવવા માટે ના પ્રયાસ સાથે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ તો હતું પરંતુ મહાનુભાવો ન હતા. મહાનુભાવો સ્ટેજ નીચેથી પાંચ મુદા સાથેનો ઠરાવ કરીને આંદોલન આગળ ના સમયે લઈ જવા ઠરાવ આજે પસાર કર્યો હતો. જેમાં સમાજના દીકરા અને દિકરીઓ પ્રેમ લગ્ન ન કરે તેના માટે 5 કાયદાઓમાં ફેરફાર કરવા માટેના પ્રયાસ ના ભાગ રૂપે આજે ઠરાવ પાટીદાર સેના સહિત પાટીદાર બહેનો દ્વારા કરીને મહેસાણાની કડી પોલીસ સહિત મામલતદાર ને આવેદન આપ્યું હતું.
નવાવર્ષની ઉજવણી પહેલા વડોદરામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
આજે ડેપ્યુટી સી.એમ ના માદરે વતન કડી ખાતે આ રેલી નિકળી હતી. જેમાં 26 પાટીદાર સમાજની બહેનો ખાસ જોડાઈ હતી. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ખાંસી ચર્ચા કરવામાં આવી હતી. પ્રચાર પણ કરાયો હતો. સોશિયલ મીડિયામાં દરેક સમાજનો પ્રશ્ન છે. જેમાં સમાજના દીકરા દીકરીઓ આજે નાની ઉંમરે પ્રેમ લગ્ન ન કોલ આપી ખોટા નિર્ણયને ન સહન કરવો પડે તે માટે આ આવેદનમાં કુલ 5 મુદ્દા ના ઠરાવ કરી મંજુરી આપવામાં આવી હતી. જેમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેવું ના બને એટલા માટે કાયદામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમ લગ્ન કરવા હોય તો માઁ-બાપની સહી ફરજીયાત હોવી જોઈએ તેવી માંગ કરાઈ છે. સાથે સાક્ષીમાં જે લોકો સહી કરે તેમની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ, અને જે છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની જ કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ. આ ઉપરાંત ગામ જે તલાટીની હાજરીમો પ્રેમ લગ્ન થાય છે તે બંધ થવા જોઈએ. 25 વર્ષ પછી જ યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરે તો તે યુવક સરકારમાં છોકરીના નામે એક લાખ જમા કરાવે. અને તે રૂપિયા 10 વર્ષ પછી છોકરીને પાછા મળે તે અંગેના 5 મુદ્દા સાથે આજે આવેદન આપવામાં આવ્યું હતું.
શિયાળામાં જેતપુરનાં આ પીણા માટે થાય છે પડાપડી, ડાયાબિટીસ જેવા દર્દો માટે અકસીર
આજે કડીમાં 27 સમાજનું ભારે પ્રભુત્વ છે જેના મેદાનમાં આ સભા કડી ખાતે મળી હતી. જેમાં પાટીદાર સમાજ સહિત દરેક ધાર્મિક સંસ્થાઓ અને દરેક જ્ઞાતિના લોકો હળીમળી આ કાયદામાં ફેરફાર કરવા સહભાગી થવા માટે મંજૂરીની મોહર મારી હતી. જ્યારે હાલમાં તો નારી એકતા ગ્રુપ, પાટીદાર સેના અને સમસ્ત જ્ઞાતિ સમાજ દ્વારા કરેલી આ રેલી આવનારા સમયમાં ફરીવાર ગામે ગામ સુધારા કરવા માટે સરકારને મજબૂર થવું પડશે, તેવા એધાણ આ રેલીમાં જોવાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube