રવિ અગ્રવાલ/વડોદરા: શહેર પાલિકા દેશમાં સૌથી સ્વચ્છ શહેર બનવા માટે મથામણ કરી રહ્યું છે, ત્યારે પાલિકાની સ્વચ્છતા પ્રત્યે ગંભીર બેદરકારી છતી થઇ છે. વડોદરા પાલિકાતંત્ર લોકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટેની સુચનાઓ આપી રહ્યું છે. જો કે પાલિકાના કોન્ટ્રાક્ટર જ આ સૂચનાનો અમલ નથી કરી રહ્યા. જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દળીદળીને વાટકીમાં ભર્યા જેવું થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘુંઘટમાં રહેલી આ મહિલા ઠંડે કલેજે રમી ખુની ખેલ, વિગતો જાણીને મગજ મારી જશે બહેર


વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ શહેરના ચાર ઝોનમાં ચાર કોન્ટ્રાક્ટરોને ડોર ટુ ડોર વાહન ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં કર્મચારીઓ વાહન લઈ લોકોના ઘરે ઘરે જઈ કચરો ઉઘરાવે છે. પાલિકાએ લોકોને સૂકા અને ભીના કચરા સંગ્રહ કરવા અલગ અલગ ડોલ રાખવાની અપીલ કરી છે. ઉપરાંત જાહેર રસ્તા પર પણ સુકો અને ભીનો કચરો માટે અલગ અલગ કચરા પેટી મૂકી છે. પાલિકા સ્વચ્છતા અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે તેની જાહેરાત પાછળ કરોડોનો ખર્ચ કરે છે. જેથી લોકો ભીનો અને સુકો કચરો અલગ કરતા પણ થયા છે, પરંતુ ડોર ટુ ડોર વાહનના કર્મચારીઓ સુકો અને ભીનો કચરો ગાડીમાં ભેગો કરી દે છે. જો કે બાદમાં કચરાનો નિકાલ પણ અલગ અલગ થવાના બદલે ભેગો જ કરી દે છે. જેના કારણે પાલિકાના સ્વચ્છતા અભિયાનની જાગૃતિ પર પાણી ફરી જાય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે આ વાત અમારા ધ્યાનમાં આવી છે, કોન્ટ્રાક્ટરને સૂચનાનું પાલન કરવા સૂચના આપીશું.


હાર્દિક હવાઈ ગયો? રાતોરાત ગાયબ થતા ટ્વિટર પર પત્નીએ ગજવ્યું ગામ


પાલિકાના અણધડ વહીવટ ઉપર વિપક્ષ નેતાએ સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષ નેતાએ પ્રહાર કરતા કહ્યું કે, સ્વચ્છતાનું માત્ર હાલમાં નાટક થઈ રહ્યું છે. શહેરમાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છે. પાલિકાના સત્તાધીશો તેમના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર પર લગામ લગાવવી ખુબ જ જરૂરી બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીને બ્લેક લિસ્ટેડ કરવા જેવા કડક પગલા ભરવામાં આવે તો તમામ કંપનીઓ પર કામ કરવાનું પ્રેશર બની શકે છે. જો કે તંત્ર ક્યારે કડક પગલા ભરે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube