ભુજ : અંજાર તાલુકાના સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની હત્યાના બનાવથી ચકચાર ફેલાઇ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. જેમા તેને સફળતા મળી છે અને આ હત્યાના મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મેથીબેન હરિભાઈ ઢીલા બપોરે મનરેગાના કામ ઉપરથી ઘરે આવ્યા હતા અને નાહવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ આવીને ઘરમાં તેણીનું મોઢું બાંધીને તેણીના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી આ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કર્યા બાદ હ્યુમન સોર્સ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને આ હત્યામાં એક મહિલા સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા હતા. જોકે આ પરણીતાની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસ ખૂટતી કડીઓ જોડી રહી છે ત્યાર પછી હત્યાનું કારણ બહાર આવશે. સતાપર જૂના ગામમાં ચોરી કરવાના ઈરાદે ઘુસેલા શખ્સે મીઠીબેન હરિભાઈ પાંચા ઢીલાને ગળાના ભાગે તીક્ષણ હથિયારથી હુમલો કરીને મીઠીબેનની હત્યા કરવામાં આવી હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનારના પતિ હરિભાઈ ઢીલા બપોરના અરસામાં ઘરે આવ્યા બાદ હત્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનનારના પતિ હરિભાઈ ઢીલા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.


દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવીને હત્યામાં આરોપી પકડવા માટે કવાયત હાથ ધરી હતી. ન્યાય સહાયક વિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક ઢબે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા આરોપીઓ દ્વારા પુરાવાનો નાશ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. અહીંથી પોલીસને આરોપીઓની એક કડી મળી હતી. જેના પગલે શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. એ દરમિયાન માનવ સોર્સના આધારે પોલીસે શંભુ રાધા કેસરિયા આહીર ઉ.વ 34, કંકુબેન શંભુ રાધા કેસરિયા ઉંમર વર્ષ 30 અને ગોપાલ લક્ષ્મણ માતાના ત્રણેને ઝડપી પાડ્યા હતા. અને તેમને પૂછપરછ કરવામાં આવતા તેમણે હત્યાનો ગુનો કબુલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. 


આ હત્યા કયા કયા કારણોસર કરવામાં આવી હતી તે હજુ બહાર આવ્યું નથી. હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ બનાવમાં હજી અમુક ખૂટતી હોવાથી કારણ બહાર આવ્યું નથી પરંતુ જેવી એક પછી એક કડી જોડાતી જશે તે સાથે જ મીઠીબેન હરિભાઈ આહીરની હત્યા કયા કારણોસર કરવામાં આવી હતી તે બહાર આવવાની સંભાવના છે. આ અંગે ડીવાયએસપી એમ. પી. ચૌધરીએ હત્યા અંગેની વિગતો આપી આરોપીઓના રીમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને પુછપરછ દરમિયાન બહાર આવશે તેમ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube