અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ સીએમ રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે. નવાવર્ષના નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ હાજર હતા. આ પહેલા ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદનું નામ બદલવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પર નિવેદન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણી પહેલા બદલાશે નામ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીત જણાવ્યુ કે, વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ચાલી રહી છે. અને તેના પર સરકાર વિચારણા કરી રહી છે. નામ બદલવાની કાયદેસરની પ્રક્રિયાથી લઈને અન્ય બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 2019 સુધી અમદાવાદના નામ અંગેનો નિર્ણયની જાહેરાત થઇ શકે છે. 


વધુ વાંચો...રાજ્યમા સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, રાજકોટમાં એકના મોતથી મૃત્યુંઆંક 34 પર પહોંચ્યો


નાયબ મુખ્યમંત્રીએ આપ્યા હતા સંકેત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા હતા કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે છે. હવે સીએમ રૂપાણીએ પણ આવા સંકેત આપ્યા છે ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ દિશામાં કોઈ નક્કર પરિણામ આવશે.