ગાંધીનગર : કલોલનાં દંપતીને અમેરિકા મોકલી આપવા દિલ્હી સુધી ફ્લાઇટમાં લઈ જનાર એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટની હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે. જેની પૂછપરછ દરમિયાન અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. જેમાંથી રેયાન નામના શખ્સે 10 લાખની માંગણી કરીને ફાયરિંગ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ આ પ્રકરણમાં મહિલા પીએસઆઇનાં પતિ સુનીલ પટેલ નામના એજન્ટનું પણ નામ સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ સુનીલ પટેલે જ મયંક શર્મા સાથે દેવમ બ્રહ્મભટ્ટની ઓળખાણ કરાવી હતી. ફાયરિંગની ઘટના પછી બન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હાલ અલગ અલગ મીડિયાગૃહો અને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. 


કલોલના પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુ પટેલનાં ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલી આપવાનો કારસો રચી દેવમ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) અને ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502,સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) દ્વારા 1 કરોડ 10 લાખમાં ડીલ નક્કી કરાઈ હતી.


જે અન્વયે ચોથી ફેબ્રુઆરીના રોજ દેવમ દંપતીને લઈને અમદાવાદથી દિલ્હી પહોંચ્યો હતો. જ્યારે ઋત્વિક પારેખ અને વિષ્ણુ પટેલ એરપોર્ટથી કલોલ પરત ફર્યા હતા. એ રાત્રે ઋત્વિક પારેખ સાથે અન્ય ત્રણ શખ્શો પણ વિષ્ણુ પટેલના ઘરે ગયા હતા અને 10 લાખની માંગણી કરીને રેયાન નામના ઈસમે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિષ્ણુ પટેલનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ત્રણ ઈસમો ભાગી ગયા અને ઋત્વિક પકડાઈ ગયો હતો. અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દેવમની પણ ધરપકડ કરી પૂછતાંછ કરતાં અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. અને એક શખ્સે ફાયરીંગ કર્યું હતું.