`તું મારી પત્નીની પાછળ કેમ પડ્યો છે` કહીને આરોપીએ આ રીતે યુવક સાથે ખેલ્યો ખૂની ખેલ
બગોદરા પોલીસ ફોનની વિગતો અને ગામમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક સંજય પ્રજાપતિને પ્રહલાદ સોલંકીએ મળવા બોલાવ્યો હતો. ત્યારે બગોદરા પોલીસે પ્રહલાદ સોલંકીને પૂછપરછ માટે બોલાવીને પૂછપરછ કરતા પ્રહલાદ સોલંકીએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બગોદરામાં આડા સંબંધમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. બગોદરા પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાની બગોદરા પોલીસે ધરપકડ કરેલા શખ્સનું નામ પ્રહલાદ સોલંકી છે. જેની બગોદરા પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે.
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
ગઈ તારીખ 13મી મેના રોજ બગોદરા પોલીસને એક કોલ આવ્યો હતો કે બગોદરામાં આવેલ ભામસરા ગામની સિમમાં એક વ્યક્તિનો લોહીથી લથપથ હાલતમાં કોઈ પુરુષનો મૃતદેહ પડેલ છે. બગોદરા પોલીસ ઘટના સ્થળ પર જઈને તપાસ કરતા મૃતક કોણ છે એ અંગે તપાસ શરુ કરી હતી.
હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
જેમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ સંજય પ્રજાપતિ છે. જે ભામસરા ગામનો વતની છે અને બગોદરા નજીકની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, ત્યારે મૃતક સંજયના પેટ અને ગળાના ભાગે છરીના ઘા મારેલ હતા. બગોદરા પોલીસે હત્યાની દિશામાં તપાસ શરુ કરી હતી. જેમાં હત્યાના બીજા દિવસે મૃતકના ફોનની વિગતો મંગાવી હતી. જેમાંથી એક મહત્વની માહિતી મળી હતી.
ફરી ગુજરાતમા આંધી મચાવી શકે છે આતંકઃ અંબાલાલે કરેલી આ આગાહી ઉભું થશે વિચિત્ર વાતાવરણ
બગોદરા પોલીસ ફોનની વિગતો અને ગામમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક સંજય પ્રજાપતિને પ્રહલાદ સોલંકીએ મળવા બોલાવ્યો હતો. ત્યારે બગોદરા પોલીસે પ્રહલાદ સોલંકીને પૂછપરછ માટે બોલાવીને પૂછપરછ કરતા પ્રહલાદ સોલંકીએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
Video Viral: 140ની સ્પીડ...4 સેકન્ડમાં 4ના મોત...ગુજરાતી યુવકોના લોહીથી રંગાયો રસ્તો
જેમાં જણાવ્યું હતું કે મૃતક સંજય પ્રજાપતિ આરોપી પ્રહલાદ સોલંકીની પત્ની સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતા અને લગ્ન બાદ પણ વારંવાર હેરાન પરેશાન કરી રહ્યો હતો. જેના કારણે તેને 13મીમેના રાત્રે બોલાવીને હત્યા કરી નાખી હતી. હત્યાની છરી અને લોહીવાળા કપડા છુપાવી દીધા હતા. બગોદરા પોલીસે પ્રહલાદ સોલંકીની હત્યાના કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.