મોરબી : એલ.ઇ.કોલેજ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે બે શખ્સોએ બુલેટ અથડાવ્યું હતું. બાદમાં બુલેટમાં આવેલા બે અજાણ્યા દ્વારા યુવાનની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને પહેરેલા સોનાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને બુલેટ સહિત ૨.૩૫ લાખના મુદામાલને કબજે કરેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીના લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૧ માં રહેતો ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા જાતે પટેલ (૨૨) થોડા દિવસો પહેલા રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં પોતાના ગોડાઉનેથી પોતાનુ મોટર સાયકલ લઈ ઘરે જતા હતા. ત્યારે એલ.ઈ.કોલેજ રોડ ઉપર કાળા કલરનુ બ્લૂ ટાંકી વાળુ બુલેટ લઈને બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેના બાઈકની સાથે બુલેટ અથડાવ્યું હતું ત્યાર બાદ યુવાનની સાથે માથાકૂટ કરી હતી. 


ગળામા પહેરેલ પોણા તોલાનો સોનાનો ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી. જેથી યુવાને મોરબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ૩૫,૦૦૦ ના સોનાના ચેનની ચિલઝડપની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચિલઝડપ કરનાર બન્ને આરોપી તુફેરભાઈ હમીદભાઈ કચ્છી અને શબ્બીર રફીકભાઈ કુરેશી રહે. બન્ને મોરબીની લાલપર પાસેથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે બુલેટ અને ચીલઝડપ કરીને મેળવેલ સોનાનો ચેન સહિત કુલ ૨.૩૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે. આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube