મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી  સુલતાન ગેંગનો સાગરીત  બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વિરુદ્ધ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલ આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને  અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે  બક સૈયદ ઉર્ફે બકુ ખાન પઠાણ , લેન્ડગ્રેબિંગ  અને ગુજસીટોક જેવા ગંભીરના ગુનામાં બકૂખાન વોન્ટેડ હતો. અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના અનેક શહેરોમાં નાસતો ફરતો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા ચોક્કસ હકીકત આધારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. બકુ ખાન પઠાણ પોલીસ પકડથી બચવા માટે સૌથી પહેલા માઉન્ટ આબુ, શિરોહી , પાલી જોધપુર અનેક વિસ્તારોમાં એક સપ્તાહ સુધી રહેતો હતો. અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટતો. પરંતુ પરિવાર સાથે સંપર્કમાં રહેવા વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરતો. એટલું જ નહીં બહાર રહેવા  પૈસાની જરૂરિયાત ઊભી થતાં ઓનલાઇન એપ્લીકેશન થી ઘરેથી રૂપિયા મંગાવતો હતો.


પકડાયેલા આરોપી બકૂખાન પઠાણ સુલતાન ગેંગનો મુખ્ય સાગરીત છે અને અનેક ગુનામાં સંડોવાયેલો છે. બકૂખાન પઠાણ વિરુદ્ધ અગાઉ પણ અસલાલી શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા ચૂક્યા છે. ત્યારે વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે તપાસ માટે આરોપીને સોંપવામાં આવશે.


હાલમાં ગુજસીટોક અને ગેરકાયદેસર આ રીતે જમીન પચાવી પાડવાના ગુનામાં એસીપી વી જી પટેલ તપાસ કરી રહ્યા હોવાથી બકુ ખાન પઠાણ ને સોંપવામાં આવશે. મહત્વનું છે કે સુલતાન ગેંગના અનેક સાગરીતોની પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube