ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. આજે નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે. તેમજ આજે એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1064 પહોંચી ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાના કારણે ત્રીજું મોત નોંધાયું છે. મહેસાણામાં આજે એકનું મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 247 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ કોરોના સામેની લડાઈમાં જીતીને ઘરે પહોંચ્યા છે.



ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં આજે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 124, અમરેલીમાં 19, મોરબી 17, સુરત કોર્પોરેશન 17, રાજકોટ કોર્પોરેશન 16, મહેસાણા 12, વડોદરા કોર્પોરેશન 9, રાજકોટ 8, સુરત 6, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, આણંદ 2, સાબરકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, જામનગર 1, ખેડા 1, નવસારી 1, પંચમહાલ 1, પાટણ 1, પોરબંદર 1 એમ કુલ 247 કેસ નોંધાયા છે.



ત્રણ દર્દી વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11049 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1064 એક્ટિવ કેસ છે. છ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1058 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકા થઈ ગયો છે.