Uttarayan 2024: આજે ગુજરાતભરમાં ઠેર ઠેર ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પતંગ ચગાવીને એક નિવેદન આપ્યું હતું. જેના કારણે તે ચર્ચામાં આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને ઉતરાયણ નિમિત્તે ખેલદીલીથી પતંગ ચગાવવા લોકોની અપીલ કરી હતી. સાથે ગેનીબેને ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ઉત્તરાયણ; પતંગ રસિયા માટે પ્રતિક્ષાની ક્ષણ ખતમ, જાણો કઈ બાજુનો કેવો રહેશે પવન?


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અહીં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખેલદિલીની ભાવના રાખવી જોઈએ.


Amazon Great 2024: ફટાફટ દોડો! iPhone 13ની ખરીદી પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ


ઉલ્લેખનીય છે કે, આજે મકરસંક્રાંતિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આમ આદમીની સાથે રાજનેતાઓ પણ પતંગ ચગાવીને મોજ માણી રહ્યા છે.


કેમ મહેલમાં પણ વનવાસી જીવન જીવ્યા રામ? ભાવુક કરી દે તેવી રામની રોચક કથા