શૈલેષ ચૌહાણ/વિજયનગર : ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠાના આદિવાસી મહિલા કે જેવો રાજકારણમાં ભાજપમાં વફાદાર કાર્યકર રહ્યા છે. રાજકારણમાં પણ જેવો હજુ સુધી અજેય રહ્યા છે, તેવા આદિવાસી મહિલા રમીલાબેન બારાનું નામ જાહેર થતા તેમની જન્મભૂમિ એવા વિજયનગરના નાલશેરીમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. રમીલા બેને વિજયનગરમાં એક એવું નામ છે કે જેવો વર્ષોથી રાજકારમાં ભાજપમાં રહ્યા અને સમાજ સેવા માટે સરકારી નોકરીને પણ છોડી અને હંમેશા લોકોની પડખે પણ રહ્યા, ત્યારે ઝી 24 કલાકની ટિમે આજે રમીલાબેનના જીવનની કેટલીક વાતો જાણવાનો પ્રયત્ન કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરાતાં સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આશ્ચર્ય સાથે ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જોવા જઈએ તો તાજેતરમાં આદિવાસી સમાજમાં ઊભા થયેલા આંદોલનને લઇને રમીલાબેનની પસંદગી કરાઇ હોવાનું પણ મનાય છે. પ્રદેશ ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની ગળથૂથીમાં રાજકારણનો અનુભવ છે. 1984માં રમીલાબેનના પિતા બેચરભાઇ બારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા. રમીલાબેન વિજયનગરની એમ.એચ. હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. જીપીએસસી સીલેક્ટ થયા બાદ વર્ષ 2001માં મહેસુલ વિભાગમાં નાયબ સચિવ તરીકે હતા, ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હવાલો પણ સંભાળ્યો છે. વર્ષ 2004માં સાબરકાંઠા લોકસભા બેઠક પર મધુસુદન મિસ્ત્રી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. નવેમ્બર 2004માં ખેડબ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટાચૂંટણીમાં 595 મતે વિજયી બન્યાં હતાં. ત્યાર બાદ વર્ષ 2007 અને 2017માં ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ સામે હારી ગયાં હતાં.તેમ છતાં રમીલાબેને વિસ્તારમાં સંગઠનની કામગીરી ચાલુ રાખી પક્ષને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહ્યાં હતાં. છેલ્લા દસ વર્ષથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના પક્ષ પ્રત્યેના સમર્પણની કદર કરાઇ હોવાનુ કહેવાય છે.


મહિલાની ગજબની ટ્રીક અને કંપનીને લાગી ગયો રૂ. 370 કરોડનો ચુનો, વિગતો જાણવા કરો ક્લિક


આ તો ખાલી રમીલાબેન બારા ની  રાજકીય  સફર ની વાતો હતી પણ રમીલાબેન બારા નો જન્મ ક્યાં થયો અને કેવી રીતે તેમને અભ્યાસ કઈ પરિસ્થિતિ માં કર્યો તે જાણવા ઝી 24 કલાક ની ટિમ વિજયનગર રમીલાબેન જે ઘરમાં રહેતા અને ઘરમાં લાઈટ ન હોય તે દરમ્યાન કઈ રીતે અભ્યાસ કરતા હતા સાથે સ્કૂલમાં અભ્યાસ માટે કઈ રીતે જતા હતા તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અત્યારે પણ રમીલાબેન નું જન્મ નું ઘર જે હજુ પણ તે જ પરિસ્થિતિમાં અત્યારે પણ જોવા મળ્યું હતું કે જેમાં અત્યારે રમીલાબેન ના નાના ભાઈ તે જ ઘર માં રહે છે સાથે ને રમીલાબેન એ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ માં જે જગ્યાએ અભ્યાસ કર્યો હતો તે સ્કૂલ ની પણ મુલાકાત કરી હતી ગામ માં હજુ પણ લોકો રમીલાબેન ના સામાન્ય જીવન ની વાતો કરતા જાણે કે થાકતા ન હોય તેમ બેન વિશે કઈ ને કઈ વાતો યાદ કરીને તેનું રટણ કરતા પણ જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube