કોરોનાના સેકન્ડ વેવની શરૂઆત તુલનાત્મક રીતે વધારે ઘાતક સાબિત થશે: IMA પૂર્વ પ્રમુખ
દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ જ કારણ છે કે, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતે સરકાર અને પ્રજાને ચેતવણી આપી છે કે, કોરોનાનો ફેઝ 2, ફેઝ 1 કરતાં વધુ ઘાતક રહેશે. જેથી ડોક્ટરોએ લોકોને સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ એલર્ટનેસ, સોશ્યલ ડિસ્ટનસિંગ રાખી અને માસ્ક પહેરીને આ સંક્રમણથી બચવાની અપીલ કરી છે.
અમદાવાદ : દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ જ કારણ છે કે, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતે સરકાર અને પ્રજાને ચેતવણી આપી છે કે, કોરોનાનો ફેઝ 2, ફેઝ 1 કરતાં વધુ ઘાતક રહેશે. જેથી ડોક્ટરોએ લોકોને સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ એલર્ટનેસ, સોશ્યલ ડિસ્ટનસિંગ રાખી અને માસ્ક પહેરીને આ સંક્રમણથી બચવાની અપીલ કરી છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશ જરદોશે ઝી 24 કલાકને જણાવ્યું હતું કે, ફેઝ વન કરતા ફેશનમાં કોરોના વધુ ઘાતક છે. જેથી સરકાર અને લોકોને એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે ૧૫ દિવસમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઇ શકે છે. સુરતમાં આંકડા રોજે 300થી વધુ પહોંચી શકે છે. ફેઝ બે ની અસર બે મહિના સુધી રાજ્યમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube