અમદાવાદ: અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંન્ને મુખ્ય પાર્ટીઓ પોતાનાં તરફથી શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર લોકો માટે ઉત્સુકતાનું કેન્દ્ર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વિશે લગભગ તમામ લોકો જાણે છે. પરંતુ ટ્રમ્પની બીજા નંબરની પુત્રી વિશે લગભગ તમામ ભારતીયો અજાણ છે. ટ્રમ્પની આ પુત્રી અમેરિકામાં ખુબ જ પ્રખ્યાત છે. તે હાલ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થનમાં તેમનો પ્રચાર પણ જોરશોરથી કરી રહી છે. ટિફફી ટ્રમ્પ અમેરિકાની એક ખ્યાતનામ સેલેબ્રિટી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે મહાસત્તાના મહાપ્રમુખે મોટેરામાં કરેલા સંબોધનના મહત્વના 10 મુદ્દા...


વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ


19 જુલાઇએ તેણે રિપબ્લિકન નેશનલ કન્વેંશન સેન્ટરમાં અમેરિકાનું અર્થતંત્ર અને નોકરીઓની સ્થિતીને મજબુત બનાવવા અંગે શાનદાર ભાષણ આપ્યું હતું. ટિફની સોશિયલ મીડિયા પર પણ સ્ટાર છે. ઇંસ્ટાગ્રામ પર તેનાં 1.60 લાખ ફોલોઅર્સ છે. અમેરિકન યુવાનોમાં તે ખુબ જ પ્રખ્યાત છે. જો કે તે પોતે ટ્રમ્પની પુત્રી તરીકે ઓળખાવાનાં બદલે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માંગે છે. હાલ તો તે પિતા ટ્રમ્પનો પ્રચાર કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube