શૈલેષ ચૌહાણ/ પ્રાંતિજ : પ્રાંતિજના સોનાસણમાં બની રહેલ નવીન ઘરની દીવાલ અચાનક ધરાશાયી થતા મકાન માલિક અને બે મજુરો ત્રણેય દીવાલના કાટમાળ નીચે દટાઈ જતા મકાન માલિક સહીત બે ના મોત નીપજ્યા હતા. જયારે એક મજુરને ઈજા થઇ હતી. મૃતક મકાન મલિકાનો આજે જન્મ દિવસ હતો અને બની કરુણ ઘટના જેને લઈને મૃતકના પરિવારજનોએ ચક્ષુદાન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં માન્યામાં ન આવે તેવી સ્થિતિ: અડધા ગુજરાતમાં જળબંબાકાર તો અડધામાં પાણીમાટે વલખા


સપનાનું ઘર બનાવતા ઘરના વડીલનું મોત નીપજતા પંખીનો માળો આજે વિખરાઈ ગયો હતો. વાત છે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણમાં પટેલવાસમાં રહેતા ૬૫ વર્ષીય બાબુભાઈ પુજાભાઈ પટેલ જેમને પોતાના જુના મકાનની જગ્યાએ નવીન મકાન બનાવવાનું એક મહિનાથી શરુ કર્યું હતું. નવીન મકાન લેન્ટર લેવલ સુધી દીવાલો ચણાઈ ગઈ હતી. બીજી તરફ બાબુભાઈ મકાન ચણતર કરનાર કારીગર અને મજુર ત્રણેય સવારે કામ કરતા હતા. દરમિયાન બાજુના મકાનની માટીમાં ચણતર કરેલ અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચી ધરાશાયી થઇ હતી. 


ઉતરાખંડ સરકારનો નવો નિયમ, જો આમનામ જતા રહેશો તો દર્શન કર્યા વગર જ પરત ફરવું પડશે


જેમાં બાબુભાઈ અને કારીગર અને મજુર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દીવાલ પડવાની ઘટનાને લઈને બુમાબુમ થઇ ગઈ હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દટાઈ ગયેલ બાબુભાઈ અને બે કારીગરોને બહાર કાઢી કારમાં તાત્કાલિક હિમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં બાબુભાઈ અને હરેશભાઈ મીણાને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ ઈજાગ્રસ્ત રણછોડભાઈ બરંડાને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી. જેને સારવાર આપવામાં આવી હતી. આ ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.બંને મૃતકના હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા.


Gujarat Corona Update: નવા 72 કેસ, 53 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જુનું પતરાવાળું ઘર તોડી તેમના પરણિત દીકરા માટે એક મહિના પહેલા પંચાયતમાંથી રજા ચીઠી લઈને ધાબા વાળું ઘર બનાવવાનું શરુ કર્યું હતું. ત્યારે ૬૫ વર્ષીય બાબુભાઈ પુજાભાઈ પટેલનો આજે જન્મ દિવસ હતો અને આજે જ તેમના નવીન બની રહેલ ઘરના બાજુની દીવાલ ધરાશાયી થતા કરુણ મોત થયું હતું. જેને લઈને ગામમાં શોક વ્યાપી ગયો હતો. તો અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ એકના એક પરણિત પુત્રએ અંગદાનને મહત્વ આપી હિમતનગર સિવિલમાં ચક્ષુદાન કર્યું હતું. કર્મની કઠિનાઈ એવી તો કેવી કે ૬૫ વર્ષીય બાબુભાઈનું જન્મદિવસે જ સ્વર્ગવાસ થયો હતો. નવીન ઘર બનાવી રહેલ ઘરના મોભીનું મોત નીપજતા ગામ આખું શોકમગ્ન થઇ ગયું હતું.


GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી


મૃતકના નામ
૧.બાબુભાઈ પુંજાભાઈ પટેલ-ઉવ-૬૫,રહે સોનાસણ,પ્રાંતિજ
૨.હરેશભાઈ મીણા -ઉવ-૨૫,રહે ડુંગરપુર,રાજસ્થાન


ઈજાગ્રસ્ત
૧.રણછોડભાઈ બરંડા-ઉવ-૨૨,રહે ડુંગરપુર,રાજસ્થાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube